ETV Bharat / state

Navsari News: નવસારીના ખેરગામ ખાતેથી ઘરફોડ ચોરીના મુખ્ય સૂત્રધાર ઝડપાયો - mastermind behind house burglary

ખેરગામ પોલીસે બે થી ત્રણ મહિનામાં પાંચથી વધુ ચોરીને અંજામ આપનાર રીઢા બે ગુનેગારને ઝડપી પાડ્યા છે. નવસારીના ખેરગામ પોલીસ મથકના પી.એસ.આઇ પઢેરિયા અને તેમની ટીમે રુપિયા 4,85,000 ના ચોરીનો મુદ્દામાલ સાથે ચોરોને ઝડપી પાડ્યા છે.

નવસારીના ખેરગામ ખાતેથી ઘરફોડ ચોરીના મુખ્ય સૂત્રધાર ઝડપાયો
નવસારીના ખેરગામ ખાતેથી ઘર ફોડ ચોરીના મુખ્ય સૂત્ર ધારો ઝડપાયા
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 12:22 PM IST

Updated : Sep 22, 2023, 3:10 PM IST

નવસારીના ખેરગામ ખાતેથી ઘરફોડ ચોરીના મુખ્ય સૂત્રધાર ઝડપાયો

નવસારી: જિલ્લા પોલીસ વડા તરીકે સુશીલ અગ્રવાલે ચાર્જ સંભાળતા જ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને પ્રોહિબિશન ચોરી તેમજ જુગાર સહિતના ગુનાઓ બાબતે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના આપતા જ નવસારી જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હોય તેવું લાગે છે. ત્રણ મહિનામાં પાંચથી વધુ ચોરીને અંજામ આપનાર રીઢા બે ગુનેગારને પોલીસે દબોચી લીધા છે.

"ગત દિવસોમાં ખેરગામમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેને લઇને ખેરગામ પોલીસ એલર્ટ બની હતી. બાતમીના આધારે વુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનના આધારે બે આરોપીને ઝડપી લીધા હતા. જેની તપાસ કરતા તેઓએ ઘર ફોર ચોરી કરવાનું કબૂલ્યું હતું. જેમાં પાંચ ગુનાઓ ડિટેક્ટ થયા છે. તપાસ દરમિયાન તેઓ પાસેથી સોનાના દાગીના બે મોટરસાયકલ મોટર સાયકલ મોબાઇલ ફોન મળી કુલ 4,85 ,000 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે."-- એસ.કે રાઈ (ડીવાયએસપી)

બાતમીના આધારે તપાસ: નવસારીના ડીવાયએસપી એસ.કે. રાય દ્વારા કરવામાં આવેલા માર્ગદર્શન બાદ ખેરગામ પોલીસ મથકના ઇન્ચાર્જ ડી.આર.પઢેરીયા તથા ખેરગામ પોલીસ ટીમે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોએ આપેલી માહિતી અનુસાર તપાસ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં (1) જ્વલિત ઉર્ફે ચકો દીપકભાઈ સોમાભાઈ પટેલ તથા (2) ધર્મેશ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ નામના બે રીઢા ઘરફોડ ચોરો ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડાયા હતા.

કાયદેસરની કાર્યવાહી: બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અન્ય ચોરીના ચાર ગુનાઓ તેઓએ કરેલ હોવાની કબૂલાત કરી હતી. જે અનુસંધાને ચોરીના તમામ પાંચેક ગુનામાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપી પાસેથી સો ટકા રીકવર કરવામાં આવ્યો હતો. ગુનાઓમાં ગયેલ સોના ચાંદીના દાગીના ,રોકડા રૂપિયા તથા મોબાઈલ નંગ ત્રણ મળી કુલ રૂપિયા 4,85000 હજારનો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Navsai News: ચીખલી ખાતે જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં યોજાઈ રેલી, ધારાસભ્ય પણ જોડાયા
  2. Navsari News: નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

Last Updated : Sep 22, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.