ETV Bharat / state

દેશના મુખ્ય શહેરોને જોડતો ભારતમાલા પ્રોજેક્ટ અસરગ્રસ્તોના વાંધાની સુનાવણીનો થયો સામૂહિક વિરોધ - National Highways Authority

ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરતથી નાસિક થઈ અહમદનગર સુધી હાઇવે મુદ્દે આજે અસરગ્રસ્તોના વાંધાની સુનવણીનો ચીખલી અને વાંસદાના 19 ગામોના અસરગ્રસ્તોએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સામુહિક વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સરકારનો જમીન પર હક્ક નથી અને જો જમીન સંપાદન કરવામાં આવશે, તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

દેશના મુખ્ય શહેરોને જોડતો ભારતમાલા પ્રોજેક્ટ અસરગ્રસ્તોના વાંધાની સુનાવણીનો થયો સામૂહિક વિરોધ

author img

By

Published : Jul 25, 2022, 8:40 PM IST

નવસારી: ભારત સરકાર દ્વારા દેશના મુખ્ય શહેરો, યાત્રાધામો, ઔદ્યોગિક વિસ્તારોને એકબીજા સાથે જોડવા ભારતમાલા પ્રોજેક્ટ(Bharatmala Project of Government ) હેઠળ અનેક એક્સપ્રેસ હાઇવે બનાવવાની યોજના(Express highway construction Scheme) છે. જેમાં સુરત, નવસારીથી નાસિક થઈ અહમદનગર સુધીના એક્સપ્રેસ વે માટે સરકાર દ્વારા ગત દિવસોમાં 3Aનું જાહેરનામું બહાર પાડી વાંધા અરજીઓ મંગાવવામાં(Objection applications invited) આવી હતી.

જિલ્લાના ચીખલીના 10 અને વાંસદાના 9 ગામડાઓના તમામ અસરગ્રસ્તોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નવસારી પ્રાંત કચેરીએ પહોંચી વિરોધનો સુર છેડયો

નવસારી પ્રાંત કચેરીએ પહોંચી વિરોધનો સુર છેડયો - જમીન સંપાદન અધિકારીને(Land Acquisition Officer) 247 અસરગ્રસ્તોની 647 વાંધા અરજીઓ મળી હતી. જેની લોક સુનાવણી આજથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લાના ચીખલીના 10 અને વાંસદાના 9 ગામડાઓના તમામ અસરગ્રસ્તોએ વાંસદાના કોંગી ધારાસભ્ય(Congress MLA from Vansada) અનંત પટેલની આગેવાનીમાં નવસારી પ્રાંત કચેરીએ પહોંચી વિરોધનો સુર છેડયો હતો. જેમાં ચીખલી, વાંસદા ભારતીય બંધારણની અનુસૂચિ(Schedule to the Constitution of India) 5 અને પૈસા એકટ આવતો વિસ્તાર હોવાથી સરકારનો હક્ક નહીં હોવા સાથે જ દેશમાં ગ્રામસભાને જ ખુદ સરકારે શ્રેષ્ઠ ગણાવી છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ

જો સરકાર જમીન માંગશે તો આત્મવિલોપન કરવાની ચીમકી - ગ્રામસભામાં પ્રોજેકટમાં જમીન ન આપવાનો ઠરાવ થયો છે. જેથી બંધારણથી વિરૂદ્ધ જઇ સરકારે પ્રોજેકટનું રાજપત્ર બહાર પાડયુ છે, જેનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. આ સાથે જ સરકાર જમીન લેવા માંગશે તો આત્મવિલોપન કરવાની ચીમકી સાથેનું સામુહિક આવેદનપત્ર અસરગ્રસ્તોએ નવસારી પ્રાંત અધિકારીને આપ્યુ હતુ.

ખેડૂતોને મુશ્કેલી પડી હોવાની સાથે જમીન ન આપવાની ઉગ્ર રજૂઆત - નવસારીમાંથી પસાર થનારા ભારતમાલા પ્રોજેક્ટ નવસારીના 27 ગામોમાંથી પસાર થશે. જેમાં નવસારી તાલુકાના 8, ચીખલી તાલુકાના 10 અને વાંસદા તાલુકાના 9 ગામડાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. જેનું જાહેરનામું બહાર પડ્યા બાદ આજથી 4 દિવસો સુધી લોક સુનવણી રાખવામાં આવી હતી, પરંતુ વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી હોવાની સાથે જમીન ન આપવાની ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન( Affected by the Bharatmala Project) કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે થઈ લોહિયાળ લડાઈ...

કાર્યવાહીનો રિપોર્ટ ઓથોરિટીને મોકલવાની વાત કરી - નવસારી પ્રાંત દ્વારા સમગ્ર મુદ્દે ચારેય દિવસ કોઈ આવે કે ન આવે લોક સુનવણી રાખી હોવાનુ જણાવ્યું હતું. તમામ કાર્યવાહીનો રિપોર્ટ નેશનલ હાઇવે ઓથોરિટીને(National Highways Authority) મોકલવાની વાત કરી હતી. આદિવાસી પટ્ટામાં રિવર લિંક પ્રોજેક્ટનો કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ થયા બાદ સરકારે પ્રોજેકટ રદ્દ કરવો પડ્યો છે, ત્યારે નવસારીના આદિવાસી વિસ્તારમાંથી પસાર થનારા ભારતમાલા એક્સપ્રેસ વે પ્રોજેકટ મુદ્દે પણ આદિવાસીઓએ અનંત પટેલ સાથે વિરોધનો સુર છેડતા સરકારની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.