ETV Bharat / state

ખેડૂતો ખુશઃહાફુસ-કેસર કેરીનો મબલખ પાક ઊતરાવાના એંધાણ, આંબાપ્રેમી આતુર - Mango Crop Cultivation Gujarat

ડિસેમ્બરેમાં ઠંડી પડવાના કારણે આંબામાં મોર(Mango crop in gujarat) એટલે કે આમ્રમંજરી પુષ્કળ પ્રમાણમાં ફૂટતા આ વર્ષના મોટી માત્રામાં આફૂસ અને કેસર કેરી મબલખ આવશે તેવું ખેડૂતોનું (Mango crop in Navsari) માનવું છે. જેના કારણે ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

આફૂસ અને કેસર કેરી ભરપૂર મળશે ખાવા, ધરતી પુત્રોમાં ખુશી

author img

By

Published : Dec 29, 2022, 3:40 PM IST

નવસારી બદલાતા વાતાવરણની (Mango Crop Cultivation Gujarat) માર સહન કરી રહેલા કેરી પકવતા ખેડૂતોને ઠંડી જામવા સાથે જ આંબા પર પુષ્કળ પ્રમાણમાં આમ્રમંજરી (Mango crop in Navsari) ફૂટતા આ વર્ષે સારા પાકની આશા બંધાઈ છે. આગામી 15 દિવસો દરમિયાન વાતાવરણ સારૂ રહ્યુ, તો આ વખતે 70 થી 80 ટકા કેરીનો પાક રહેવાની સંભાવના છે.

આમ્રમંજરી ફૂટવા લાગે શિયાળો આવતા જ ફળોનો રાજા કેરીના આગમનના ભણકારા વાગવા માંડે છે. શિયાળામાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ રહેતા આંબા પર આમ્રમંજરી ફૂટવા લાગે છે. ખાસ કેસર અને હાફૂસ કેરી માટે જાણીતા નવસારી જિલ્લાની(Navsari farmers happy mango crop) આંબાવાડીઓમાં હાલ સારી એવી ફૂટ લાગતા ખેડૂતોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. કારણ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણે કેરી પકવતા ખેડૂતોને આર્થિક નુકશાનમાં નાંખી દીધા હતા. ત્યારે શિયાળામાં પ્રારંભે ગરમી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ થોડા દિવસોથી વાતાવરણમાં બદલાવ આવવા સાથે ઠંડીનો ચમકારો રહેતા આંબાવાડીમાં 50 થી 60 ટકા આમ્રમંજરીઓ ફૂટી છે. જેની સાથે જ ઘણા આંબાઓ પર ફલિનીકરણ થતા મોરવા પણ જોવા મળી રહ્યા છે. આંબાઓ અમ્રમંજરીઓથી ઉભરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. અને આ વર્ષે 80 ટકા પાક રહે, તો ગત વર્ષોની નુકશાની આ વખતે સરભર થઈ શકે એવી આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો દરેક કેરીમાં છે કંઈક ખાસ: 155 પ્રજાતિઓની કેરી એક જ બગીચામાં

ફ્લાવરિંગ અને ફલિનીકરણ ખેડૂત ઉત્તમ દંતાણીની જણાવ્યા અનુસાર આંબો ઘણો સંવેદનશીલ હોય છે. પૂરતી ઠંડી ન મળે તો ફ્લાવરિંગ અને ફલિનીકરણમાં મુશ્કેલી આવે છે. જો વાતાવરણમાં ભેજ વધુ રહે અને ધુમ્મસિયા વાતાવરણ રહે તો ભૂકીછારા અને મધિયાનો રોગ થઈ શકે છે. જેથી તારીખ 15 જાન્યુઆરી સુધી યોગ્ય પ્રમાણમાં ઠંડીનું વાતાવરણ રહે, તો આંબાવાડીઓ કેરીથી લચી પડે એવી સંભાવના નિષ્ણાંતો જોઈ રહ્યા છે. જ્યારે આ દરમિયાન કેરી પાકને રોગ જીવાતથી બચાવવા દવા છાંટવાની સલાહ પણ કૃષિ નિષ્ણાતો આપી રહ્યા છે. જેથી ખેડૂતો સારો પાક લણી શકે.

કેરીની મીઠાશ કૃષિ યુનિવર્સિટી(Agricultural University Navsari) ડૉ યતીન ટંડેલ ના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ ખેતી ઉપર મોટી અસર પાડી રહી છે. ત્યારે ફળોનો રાજા કેરી પણ થોડા વર્ષોથી ખાટી થઈ રહી હતી . પરંતુ હાલમાં પડી રહેલી ઠંડી સાથે વાતાવરણ જળવાયેલું રહે, તો આ વખતે લોકો મન ભરીને કેરીની મીઠાશ આરોગી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.