- રાજ્ય શૈક્ષિક મહાસંઘનો વિરોધ હોવા છતાં નવસારીના શિક્ષકોએ આપી પરીક્ષા
- જિલ્લાના 19 ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણથી રહ્યા અળગા
- શિક્ષકોનું સજ્જતા સર્વેક્ષણ રાજ્ય સરકારે મરજિયાત કર્યુ હતું
નવસારી : ગુજરાતના પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યવ્યાપી વિરોધ છતાં આજે(મંગળવાર) શિક્ષકોની ક્ષમતા ચકાસવા માટે લેવાયેલી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષામાં નવસારી જિલ્લો સમગ્ર રાજ્યમાં 81.08 ટકા સાથે અગ્રેસર રહ્યો છે. મંગળવાર બપોર સુધી જિલ્લાના 60 ટકા શિક્ષકો પરીક્ષા ન આપે તેવી વાત હતી, પણ મોટી સંખ્યામાં શિક્ષકોએ સર્વેક્ષણમાં જોડાઈને નવસારીને અગ્ર હરોળમાં મુકી દીધો છે. જોકે શૈક્ષિક મહાસંઘના નવસારીના પ્રમુખે શિક્ષકોને પરીક્ષા માટે દબાણ કરાવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
મરજિયાત પરીક્ષા માટે શિક્ષકોને દબાણ કરી ફરજીયાત પરીક્ષા અપાવી - જિલ્લા પ્રમુખ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની એકમ કસોટી લીધા બાદ રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શિક્ષકોની ક્ષમતા ચકાસવા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા જાહેર કરી હતી. જેનો શિક્ષકોના રાજ્યવ્યાપી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.પરંતુ સરકારે પરીક્ષા મરજિયાત હોવાનું જણાવી શિક્ષકોને શિક્ષણના સુધાર માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાવા અપીલ કરી હતી. જેની સામે શૈક્ષિક મહાસંઘે પરીક્ષા મરજિયાત તો કરી છે, પણ સરકારી તંત્ર તેને ફરજીયાત કારશે આક્ષેપો કર્યા હતા. જોકે વિરોધના સુર વચ્ચે મંગળવાપે યોજાયેલી સજ્જતા સર્વેક્ષણમાં નવસારી જિલ્લાના 60 ટકા શિક્ષકોના વિરોધની વાતો વચ્ચે 81.08 ટકા શિક્ષકોએ OMR શીટ આધારિત પરીક્ષા આપતા, સંઘના પ્રમુખે શિક્ષણાધિકારી અને તેમની ટીમે દબાણ આપીને શિક્ષકોને પરાણે સર્વેક્ષણમાં જોડ્યા હોવાના આક્ષેપો લગાવ્યા છે.
આ પણ વાંચો : 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો થશે શરૂ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ કરી જાહોરાત
નવસારીના 2723 શિક્ષકોએ આપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા
નવસારી જિલ્લાના 67 ક્લસ્ટર કેન્દ્રો પર 3,358 સરકારી પ્રાથમિક શિક્ષકોમાંથી આજે 635 શિક્ષકો જ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાથી અળગા રહ્યા હતા. જિલ્લાના 2723 શિક્ષકોએ ક્લસ્ટર કેન્દ્રો પર ઉપસ્થિત રહી પ્રથમ ઓનલાઈન તાલીમમાં ભાગ પણ લીધો અને ત્યારબાદ OMR શીટ આધારિત પરીક્ષા પણ આપી. જોકે શિક્ષકોને પરીક્ષા વિશેની રાજ્યનાં શિક્ષણ પ્રધાન, શિક્ષણ સચિવ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીએ ઓડિયો મેસેજ દ્વારા માહિતી આપવા સાથે જ પરીક્ષા શિક્ષણના હીતમાં હોવાનું જણાવતા પરીક્ષા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં શિક્ષકો જોડાયા હોવાની વાત શિક્ષણાધિકારીએ કરી છે.
આ પણ વાંચો :ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ