- ગુજરાતમાં નવા પ્રધાનોએ કર્યા શપથગ્રહણ
- 10 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓ
- ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સામેલ
નવસારી: CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની જાહેરાત અને શપથગ્રહણ થઈ ગયા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે.
સૌથી પહેલો ફોન નરેશ પટેલને ગયો હતો
આ પહેલા ભાજપ મોવડીમંડળે જેઓને પ્રધાનપદ આપવાનું નક્કી કર્યું હતું તે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કરવામાં આવ્યો હતો. તેમને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
પાર્ટીએ સોંપેલી તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી
ગુજરાત સરકારના નવરચિત પ્રધાનમંડળમાં સ્થાન પામનાર ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ દક્ષિણ ગુજરાતમાં ભાજપને મજબૂત કરનારા નેતા ગણાય છે. આ વર્ષની શરુઆતમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગણદેવી નગરપાલિકામાં 24 બેઠકમાંથી 24 એટલે કે તમામ બેઠક ભાજપે કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે પોતાના વિસ્તારમાં પક્ષે જે જવાબદારી સોંપી હતી તેમાં નરેશ પટેલ પાર પડ્યા હતા, ત્યારે આજે 16 સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલા નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણમાં શપથ ગ્રહણ કરનારા ગણદેવીના MLAએ નરેશ પટેલ વિશે જાણો.
જાણો નરેશ પટેલ વિશે
નામ: નરેશભાઇ મગનભાઇ પટેલ
જન્મ તારીખ: 01 જૂન 1969
જન્મસ્થળ: મોગરાવાડી, નવસારી
વૈવાહિક સ્થિતિ: પરિણીત
ધર્મપત્નીનું નામ: શ્રીમતી ભારતીબહેન પટેલ
સર્વોચ્ચ લાયકાત: મેટ્રિક
કાયમી સરનામું: મુ. પો. રૂમલા, કોળીવાડ, તા. ચીખલી, જિ. નવસારી
મત વિસ્તાર : ગણદેવી
અન્ય વ્યવસાય: ખેતી, વેપાર
શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ
પ્રવાસ: સિંગાપોર, કેન્યા
સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: અધ્યક્ષ - નવસારી જિલ્લા ભાજપ, છેલ્લી 2 સમયાવધિથી. મંત્રી - રાષ્ટ્રીય આદિજાતિ મોરચો, ભાજપ. ઉપપ્રમુખ - જાગૃતિ વિદ્યાલય, રૂમલા, વર્ષ 1996થી આજપર્યંત. ચેરમેન - મોગરાવાડી દૂધ સેવા સહકારી મંડળી, 1990-92. ચેરમેન - રૂમલા વિભાગ ખરીદ-વેચાણ સેવા સહકારી મંડળી, 1993-95. ટ્રસ્ટી - ઉનાઈ માતાજી મંદિર. પૂર્વ ઉપપ્રમુખ - ચીખલી તાલુકા પંચાયત.
વધુ વાંચો: વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન
વધુ વાંચો: વિસનગર પાટીદાર સમાજમાંથી આવતા કદાવર નેતા ઋષિકેષ પટેલ કેબિનેટમાં મળ્યું સ્થાન