ETV Bharat / state

આજે પણ પાયાની સુવિધાઓના મુદ્દે ચૂંટણી લડવી પડે એ દુઃખ દાયક: રેશ્મા પટેલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે ભાજપ, કોંગ્રેસની સાથે NCPએ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જે અંતર્ગત NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે નવસારીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

ETV BHARAT
રેશ્મા પટેલે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
author img

By

Published : Feb 19, 2021, 6:47 PM IST

  • નવસારી-વિજલપોર પાલિકામાં NCP પણ ચૂંટણી મેદાનમાં
  • પાલિકાના વોર્ડ 6માં NCPના રેશ્મા પટેલે ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન
  • વોર્ડ 6માં NCPએ ચાર ઉમેદવારોની પેનલ ઉતારી છે ચૂંટણી સંગ્રામમાં

નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા મંડી પડ્યા છે. જો કે, નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ 2 મુખ્ય પક્ષો જ ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહે છે, પરંતુ આ વર્ષે આમ આદમી પાર્ટી બાદ ચોથા રાજકીય પક્ષ તરીકે NCPએ શહેરના વોર્ડ નંબર 6માંથી પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે નવસારી ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ હતુ.

રેશ્મા પટેલે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

NCPના ઉમેદવારો જીતે, તો દર મહીને ભરશે જનતા દરબાર

નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપ-કોંગ્રેસ સામે NCPએ 4 ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, ત્યારે NCPના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા NCPના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ નવસારી પહોંચ્યાં હતા અને શહેરના જુનાથાણા ખાતે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ તેમણે દર વખતે પાણી, ડ્રેનેજ, રસ્તાની સમસ્યાઓનું સમાધાનના મુદ્દે ચૂંટણી લડાય છે, જે દુઃખદ છે. નવસારીમાં પણ આજ પ્રકારના મુદ્દાઓ છે, જેના ઉપર NCP મજબુતાઈથી લડશે. સાથે જ જો NCPના ઉમેદવાર જીતશે, તો દર મહીને જનતા દરબાર ભરશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે.

લઘુમતી મતો રહેશે નિર્ણાયક

નવસારીના વોર્ડ નંબર 6માં લઘુમતી કોમનો દબદબો છે. જેમાં મુસ્લિમ અને પારસી મતદારોનો મિજાજ મહત્વનો રહેશે. જેથી ભાજપ અને કોંગ્રેસ બાદ NCP ત્રીજો મોર્ચો તરીકે મતદારો માટે વિકલ્પ છે, પરંતુ મતદારો કોને સત્તાનું સુકાન આપશે, એ જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.