ETV Bharat / state

Diarrhea Vomiting Cases In Navsari : વિજલપોરના કબીલપોરમાં ઝાડા ઊલ્ટીના કેસ આવતા ઘરેઘરે તપાસ શરૂ - રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય ટીમ

નવસારીના કબીલપોર ગામના કાળા સીમાડા વિસ્તારમાં અચાનક ઝાડા-ઉલ્ટીના કેસો (Diarrhea Vomiting Cases In Navsari) સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. દૂષિત પાણીને કારણે સમસ્યા થઈ હોવાનું સામે આવતા રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય ટીમ (Navsari Health Department) રાખી, ઘર-ઘર તપાસ હાથ ધરી છે.

Diarrhea Vomiting Cases In Navsari : વિજલપોરના કબીલપોરમાં ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવતા ઘર-ઘર તપાસ ધરી હાથ

author img

By

Published : Mar 28, 2022, 9:49 AM IST

નવસારી : નવસારી-વિજલપોર નગરપાલિકામાં જોડાયા બાદ વોર્ડ નં. 5 બનેલા કબીલપોરના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા થોડા દિવસોથી સંભળાઈ રહી છે. ગત 24 માર્ચે જ ભાજપના નગર સેવીકા જયશ્રી પટેલે કબીલપોર વિસ્તારના સડક ફળિયા, ગુજરાતી સ્કૂલની સામે અને રામલા મોરામાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા લેખિત રજૂઆત કરી હતી. ત્યારે કબીલપોર ગામના કાળા સીમાડા વિસ્તારમાં અચાનક બિમારીના કેસો (Diarrhea Vomiting Cases In Navsari) સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું.

વિજલપોરના કબીલપોરમાં ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવતા ઘર-ઘર તપાસ ધરી હાથ

18 લોકોને દવા એક ને હોસ્પિટલમાં - ગઈકાલે બપોરે કબીલપોર (Kabilpore Disease Case) ગામના કાળા સીમાડા વિસ્તારમાં એકી સાથે 19 લોકોને ઝાડા-ઉલ્ટીની સમસ્યા સામે આવી હતી. જેમાં 18 લોકોને દવા આપી ઘરે જ સારવાર આપવામાં આવી હતી. જ્યારે એકને નવસારી સિવિલ હોસ્પિટલમાં (Navsari Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો. સાથે જ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક બેન કેમ્પ શરૂ કરી, અન્ય લોકોને પણ સેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બારડોલીના અંચેલીમાં ચલથાણ સુગર ફેક્ટરીના 40 મજૂરોને ઝાડા-ઉલ્ટી, 7ની હાલત ગંભીર

દૂષિત પાણી પીવાના પાણીમાં - કબીલપોરના કાળા સીમાડામાં (Department of Health in Kala Simada) ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે લોકોના ઘરે ઘરે સર્વે કરી હતી. પાણી તપાસતા પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતું હોવાનું ધ્યાને આવતા નવસારી-વિજલપોર પાલિકાને જાણ કરી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ સાથે અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પાલિકાએ પાણી સપ્લાય બંધ કરાવી હાલ પુરતું ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા ઉભી કરી હતી.

આ પણ વાંચો : Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી

નવસારી આયોગ્ય વિભાગ દ્વારા લોકોને રાહત પેકેટ - જ્યારે ઘટનાની જાણ થતા (Navsari Health Department) નવસારી સીટી મામલતદારે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિની માહિતી મેળવી હતી. જો ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળશે, તો વિસ્તારને કોલેરાગ્રસ્ત પણ જાહેર કરવામાં આવે, તેવા સંભાવના સેવાઈ રહી છે. જોકે સ્થિતિને પહોંચી વળવા નવસારી આયોગ્ય વિભાગ દ્વારા સ્થાનિકોને દવા તેમજ ORS પાવડરના પેકેટ આપવામાં આવ્યા છે. સાથે જ લોકોના લોહી, ઝાડા અને પાણીના સેમ્પલ લઈ નિરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.