નવસારી: નવસારીમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી (heavy rain In navsari) રહ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને વાંસદા તાલુકામાં દેમાર વરસાદ વરસતા વાસકુઈ ગામે ગામના (Gujarat navsari Rain Update) લોકોએ ફાળો ભેગો કરી બનાવેલું ગરનાળું ધોવાઈ જતા ગ્રામજનોની સમસ્યામાં મોટો વધારો થયો હતો. અવરજવર કરતા સ્થાનિકો અને શાળાના બાળકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: Saputara Bus Accident : પલવારમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
વિદ્યાર્થીઓ ઘરે જતા અટવાયા: વાંસદા તાલુકાના કંબોયાથી (Red Alert In navsari) વાઘાબારી માર્ગ પર વાંદરવેલા ગામ પાસે સાત પુલીયા ખાડીનું પાણી પણ રસ્તા પર ફરી વળતા શાળાના વિદ્યાર્થીઓ ઘરે જતા અટવાયા હતા, જેના કારણે તેઓના વાલીઓમાં પણ ચિંતા પ્રસરી હતી.
આ પણ વાંચો: સુરતમાં વધતા કોરોનાના કેસોના કારણે લેવાયો મહત્વનો નિર્ણય, ચેતી જજો નહીં તો..
ગામનો સંપર્ક તૂટ્યો: વાંદરવેલા પાસે ભરાયેલા પાણીને કારણે સરવણી ફડવેલ વાઘાબારી વગેરે દસ ગામનો સંપર્ક તૂટ્યો હતો આ તમામ ગામોના લોકો આ ખાડી ઉપરથી પસાર થઈ પોતાના ગંતવીય સ્થાન પર પહોંચવા માટે મોટો ચકરાવો કરવો પડ્યો હતો. તેમજ ગામ લોકોએ સરકાર પાસે ઊંચા પુલની માંગણી કરી હતી. હાલ પણ આવીરત વરસતા વરસાદને કારણે વધુ મોટું નુકસાન થવાની સંભાવનાઓ ગ્રામજનો સેવી રહ્યા છે.