ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારીમાં, કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વિશે મહત્ત્વની વાત કહી - ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારીની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે નવસારીમાં ગેરકાયદે મંદિર ડીમોલિશન મામલે વિરોધ કરી રહેલા લોકોની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે ભાજપની રાજનીતિની ટીકા કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇને ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વિશે પણ તેમણે મહત્ત્વની વાત કહી હતી. Gujarat Congress in charge Raghu Sharma in Navsari , Gujarat Congress Election preparation , Gujarat Assembly Election 2022

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારીમાં, કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વિશે મહત્ત્વની વાત કહી

author img

By

Published : Sep 1, 2022, 8:20 PM IST

નવસારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. તેમણે સર્વોદયનગરમાં ગેરકાયદે કરાયેલા રાધાકૃષ્ણ મંદિરના દબાણને દૂર કરવા મુદ્દે (Navsari illegal temple demolition issue) ભાજપ પર આકરા શબ્દ પ્રહારો કર્યાં હતાં.

ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વિશે પણ તેમણે મહત્ત્વની વાત કહી

મંદિરના ફરી નિર્માણની માગ કરી નવસારીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં તોડી પડાયેલા મંદિરના ફરી નિર્માણની માગ કરી હતી. તેમણે ભાજપની સરકાર બનાવવા ધારાસભ્યોને ખરીદવાની રાજનીતિ પર પ્રહાર કરી કોંગ્રેસમાં ધારાસભ્યોએ જીવનમાં એટલા રૂપિયા જ જોયા ન હોય તો એમ કહીને કોંગ્રેસીઓ જ એક નથી અને વેચાવા તૈયાર હોવાની વાતને આડકતરું સમર્થન આપ્યુ હતું. સાથે જ કાયદા અને ન્યાયની વાત કરી ખરીદનાર અને વેચાનાર બંનેને દોષિત ઠેરવી પોતાનો બચાવ પણ કરી લીધો હતો.

આ પણ વાંચો આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવો

નો રિપીટ થિયરી પર સર્વે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની રિપીટ કે નો રીપીટ થિયરી પર સર્વે ચાલી રહ્યો છે. જે જીતી શકે એવા ઉમેદવાર પર જ કોંગ્રેસ દાવ લગાવશે તેવી મહત્ત્વની વાત કરી હતી.

આ પણ વાંચો પાર્ટી છોડનારા નેતાઓ અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો

આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો રઘુ શર્માએ એમ પણ કહ્યું કે ચૂંટણી આવતા જ નવા નવા રાજકીય પક્ષો વરસાદમાં દેડકા બહાર આવતા હોય છે એ રીતે આવી જતા હોય છે. તેમણે આ રીતે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. શર્માએ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સારા દેખાવ સાથે બેઠકો જીતવાનો વિશ્વાસ પણ દાખવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.