સરકારે દિવાળી સમયે રૂ.6,02,74,462ના ખર્ચે વિકાસ કામો હાથ ધરતા ગણદેવીવાસીઓમાં આનંદ વ્યાપ્યો હતો. રૂ.6,02,74,462ના ખર્ચે 7 યોજનાઓ અંતર્ગત વિવિધ 50 વિકાસ કામો હાથ ધરાયા હતા. સાંસદ સી.આર.પાટીલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણ યોજનાઓની ઝાંખી કરાવી હતી. નગરપાલિકા કચેરી સામે રૂ. 1,1564,262ના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન, 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 1,78,83,365ના ખર્ચે 12 વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સુવિધા ઉભી કરાશે. 14મી નાણાપંચની ગ્રાન્ટમાંથી શહેરના 11 સ્થળો હાઇમસ ટાવરની રોશનીથી ઝગમગશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રૂ 1,39,88,216ના ખર્ચે 12 સ્થળોએ બ્લોક પેવિંગ, વિકેન્દ્રીત ગ્રાન્ટ માંથી 2 સ્થળોએ ડ્રેનેજની સુવિધા રૂ 25,15,74125ના ખર્ચે 2સ્થળોએ કમ્પાઉન્ડ વોલ, 14માં નાણાપંચની ગ્રાન્ટ માંથી વધુ 12 સ્થળોએ પેવરબ્લોક રોડ, અને 1,35,96,185ના ખર્ચે શહેરના 7 માર્ગોને રિસરફેસીંગ, કેટઆઈ અને થર્મોપ્લાસ્ટ પેઇન્ટ થકી ચકચકિત કરાશે. આમ રૂ. 6.02 કરોડના ખર્ચે 50 વિકાસ કામો હાથ ધરાયા.