ETV Bharat / state

ઓહો! 300 બોટને ધોલાઈ બંદરે લાંગરવા મજબૂર, માછલીના અને ડીઝલના પ્રશ્ને માછીમારોમાં નિરાશા - Etv Bharat Gujarat navsari machhimro ni strick

દરિયાઈ મેવાની ખેતી કરતાં નવસારી જિલ્લાના (Fishermen Strike Navsari) હજારો માછીમારોએ દરિયાઈ મેવાના પોષણક્ષમ ભાવ નહીં મળવા સાથે સતત મોંઘા થતા ડીઝલ પર સબસીડી ન મળતા નફા સામે નુકસાન ના વાવાઝોડામાં ફસાવાનો વારો આવ્યો છે. બોટથી માછીમારી કરવાનું બંધ કરવું પડે એવી સ્થિતિ આવી પડી છે.

ઓહો! 300 બોટોને ધોલાઈ બંદરે લાંગરવા મજબૂર, માછલીના અને ડીઝલના પ્રશ્ને માછીમારોમાં નિરાશા

author img

By

Published : Jan 15, 2023, 7:57 AM IST

ઓહો! 300 બોટોને ધોલાઈ બંદરે લાંગરવા મજબૂર, માછલીના અને ડીઝલના પ્રશ્ને માછીમારોમાં નિરાશા

નવસારીઃ સરકારમાં વારંવારની રજૂઆતો બાદ પણ સકારાત્મક ઉકેલ ન આવતા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી એક હજાર ટ્રોલર બોટને બંદર પર લાંગરી દીધી છે. નવસારી જિલ્લાને 52 કિમીનો દરિયા કિનારો છે. કાંઠે રહેતા માછીમારો દરિયો ખેડવા મુંબઈના ભાઉચા ધક્કા અથવા પોરબંદર, ઓખા તરફ ટ્રોલર બોટ લઇને માછીમારી કરવા જતા હોય છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનેલા ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરવા માટે સ્થાનિક તંત્ર તેમજ સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા કોરોના કાળથી 300 બોટના માછીમારોએ મહારાષ્ટ્રનું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી, ગુજરાતમાં વલસાડથી રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

આ પણ વાંચોઃ નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે

સબસીડી નથીઃ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ માછીમારોને ડીઝલ સબસીડી મળતી નથી, વારંવારની સરકારમાં રજૂઆતો બાદ પણ સબસીડી ન મળતા ડીઝલનો ખર્ચો માછીમારોને અસહ્ય થઈ રહ્યો છે. કારણ 15 થી 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરતી એક બોટને 2200 થી 2500 લીટર ડીઝલની ખપત થાય છે, જે 2 થી અઢી લાખ રૂપિયાનું પડે છે. જેની સાથે ખલાસીઓ અને કેપ્ટનના પગાર, રાશન, બરફ વગેરે મળીને 4 લાખ રૂપિયાની એક ફિશીંગ ટ્રીપ પડે છે.

માછીમારો નિરાશઃ પરંતુ છેલ્લા થોડા સમયથી દરિયાઈ મેવો પકડીને બંદર પર આવતા જ માછીમારોને નિરાશા મળે છે. કારણ માછલીઓના ભાવ 50 થી 60 ટકા ઓછા બોલાય છે અને આવકની સામે ખર્ચો વધી જાય છે. જેથી કંટાળીને નવસારી અને વલસાડના માછીમારોએ એક સંપ થઈ 1 હજાર ટ્રોલર બોટ બંદરે લાંગરી દીધી છે, જેમાં 300 બોટ ધોલાઈ બંદરે અને 700 બોટ મુંબઈ સ્થિત ભાઉચા ધક્કા ખાતે અચોક્કસ મુદ્દત માટે બાંધી હડતાળ પર ઉતર્યા છે.

આ પણ વાંચોઃ Indian Railway: મુંબઈ જતી ટ્રેનનું કપલિંગ તૂટ્યું, પ્રવાસીઓ અટવાયા

ભાવ નથી મળતાઃ જીવના જોખમે દરિયાની કોઈપણ પરિસ્થિતમાં પાણી વચ્ચે 15 થી 17 દિવસ રહીને બંદરે આવતા માછીમારોને માછલીઓના યોગ્ય ભાવ મળતા નથી. જેને કારણે આર્થિક સંકટ સહન કરી રહેલા માછીમારોના મતે માછલીના ઓછા ભાવ મુદ્દે વેપારીઓ, સપ્લાયર્સ કે એક્સપોર્ટર્સની મોનોપોલી જવાબદાર હોવાનું અનુમાન છે. વેપારીઓ વિશ્વમાં રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ તેમજ ચાઈનામાં કોટોનાની સ્થિતિને લઈ લદાયેલા પ્રતિબંધોને કારણે માછલી ભરેલા કન્ટેનર જતા ન હોવાથી માછલીનો ભરાવો કોલ્ડ સ્ટોરેજમાં વધ્યો છે.

ગાંધીનગરની મુલાકાતઃ જેથી ભાવ 50 ટકા કે તેથી વધુ નીચે ઉતર્યા છે. જેથી 4 લાખના ખર્ચ સામે 2 થી અઢી લાખ આવક મળે છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર માછીમારોની સમસ્યા સમજે અને ડીઝલ પર યોગ્ય પ્રમાણમાં સબસીડી જાહેર કરે અને માછલીના પોષણક્ષમ ભાવ અપાવે એવી આશા માછીમારો સેવી રહ્યા છે. સમગ્ર મુદ્દે માછીમારોની સમસ્યા સરકારના સંબંધિતો સુધી પહોંચવા માછી આગેવાનો ગાંધીનગરની મુલાકાત લેશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.