નવસારી: હિંદુ ધર્મમાં શ્રાવણ માસનો મહિમા ખૂબ અપાર છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ સમગ્ર વાતાવરણ શિવમય બની જતું હોય છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલું મીની સોમનાથ મંદિર જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલે ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
"આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. તેથી આસપાસના ભક્તો રાત્રિ દરમિયાન જ પગપાળા પોતાના ઘરેથી નીકળી મંગળા આરતીના સમય દરમિયાન પહોંચી મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. સૌ ભક્તો અહીં મનોકામના પૂર્ણ થાય છે. તેથી બીલીમોરા સોમનાથ મંદિર દક્ષિણ ગુજરાતમાં મીની સોમનાથ તરીકે ઓળખાય છે.--" મહાદેવ વ્યાસ (મુખ્ય પૂજારી સોમનાથ મહાદેવ મંદિર બીલીમોરા)
શિવાલય ભક્તોથી ગુંજી ઉઠ્યા: બીલીમોરામાં આવેલ લોકોના આસ્થાના પ્રતીક સમા ભગવાન ભોળાનાથ મહાદેવ પૌરાણિક સોમનાથ મંદિરમાં શિવજી સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવાલય ભક્તોથી ગુંજી ઉઠ્યા હતા. બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા. લોકોની આસ્થા અને ભક્તિને લઇ દક્ષિણ ગુજરાતનું પ્રભાસ પાટણ સોમનાથ મંદિર તરીકે પણ સુપ્રસિદ્ધ છે. વર્ષોથી આસ્થાનું પ્રતિક બનેલ બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસમાં મેળામાં ફેરવાય જાય છે. શ્રાવણ માસ દરમ્યાન ગામે ગામ અને શહેરોથી ભાવિક ભક્તો પગપાળા ચાલીને માનતા રાખીને આવતા હોય છે. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરીને મનવાંછિત ફળ મેળવવાનો રૂડો અવસર માનવામા આવે છે.
શું છે બીલીમોરાના મહાદેવનો ઈતિહાસ છે: બીલીમોરા શહેરમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર પૌરાણિક સાથે અનેક દંતકથાઓ સાથે નાતો ધરાવે છે. જેમાં પ્રચલિત દંતકથા મુજબ રાજપૂત સમાજની યુવતી ગાયો ચરાવતા જતી અને શિવલિંગના સ્થળે ગાયના આંચળમાંથી દૂધની ગંગા વહી આપો આપ શિવલિંગનો અભિષેક કારણે દરરોજ સાંજે ગાય દૂધ ઓછું આપતા ઘરના યુવતીના પતિને તેનો પીછો કર્યો હતો. આ પૂજા અર્ચના કરી પત્નીની આંખો ખુલતા તેણે પોતાની પાછળ તલવાર ઉગામેલ અવસ્થામાં તેના પતિને જોતા એકદમ ભયભીત થઈ ગઈ હતી. જેથી ડરના માર્યા તેના મુખમાંથી હે ભગવાન ભોળાનાથ મને બચાવો એવા ઉદ્દગાર સર્યા હતા. ચમત્કારિક રીતે યુવતી શિવલિંગમાં સમાય જવા પામી ભોળાનાથે જીવ બચાવ્યો હતો.