નવસારીઃ સરકારી કરતાં ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી હોવાની લોકોની ગ્રંથિને નવસારી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે (First Hip Replacement Operation in Navsari) તોડી છે. આ પહેલા મેટ્રો શહેરોની સિવિલ હોસ્પિટલમાં જ થતી સારવારમાંની એક સંપૂર્ણ હીપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન પ્રથમ વખત સફળ (First hip replacement operation at Navsari Civil Hospital) રીતે પાર પાડ્યું છે.
આ પણ વાંચો- ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી વાળની ગાંઠનું સફળ ઓપરેશન
ખાનગી હોસ્પિટલમાં 2 લાખનું ઓપરેશન, સિવિલમાં નિઃશુલ્ક થયું
નવસારીના છાપરા રોડ ખાતે રહેતા 50 વર્ષીય મંજુલાબેન જયંતીભાઈ પટેલ છેલ્લા થોડા સમયથી થાપાના દુખાવાથી પીડાતા હતા. તેમના પરિવારજનોએ થાપાના દુખાવાનું નિદાન કરાવતા થાપાનો જમણા ભાગનો બોલ યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ ન થવાના કારણે સુકાઈ ગયો હતો. આના કારણે મંજુલાબેનને સતત દુખાવો રહેતા હતા. આગળ જતાં તેમને સુવા અને બેસવાની પણ તકલીફ પડે એવી સ્થિતિ બની હતી.
પીડિતા નવસારી સિવિલ હોસ્પિટલ આવતા મળ્યું નિવારણ
ત્યારબાદ તેઓ નવસારી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અહીં ઓર્થોપેડિક ડો. અજય જસાણીને બતાવતા (First Hip Replacement Operation in Navsari) તેમણે અંદાજે 2 લાખ રૂપિયાનું ઓપરેશન નવસારી સિવિલ હોસ્પિટલમાં જ નિઃશુલ્ક કરવા માટે પ્રયાસો (First hip replacement operation at Navsari Civil Hospital) હાથ ધર્યા હતા.
આ પણ વાંચો- ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા
જિલ્લા કલેક્ટરની મંજૂરીથી નવસારીમાં થયું પ્રથમ ઓપરેશન
આ અગાઉ નવસારી સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન થયા નહતા અને દર્દીને સુરત અથવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હતા, પરંતુ ડો. અજયે જિલ્લા કલેકટર અને સિવિલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટરો સાથે વાત કરી નવસારી સિવિલ હોસ્પિટલના (First Hip Replacement Operation in Navsari) ઈતિહાસમાં પ્રથમવાર હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન (First Hip Replacement Operation in Navsari) સફળતાપૂર્વક પાર પાડ્યુ છે. મંજુલાબેનનું સફળ ઓપરેશન થતાં હવે મેટ્રો સિટીની સિવિલ હોસ્પિટલોમાં થતાં ઓપરેશનો નવસારી સિવિલમાં થઈ શકે એવી આશા પણ બંધાય છે.