ETV Bharat / state

12 વર્ષેના સંઘર્ષ બાદ અંતે 26/11ના આતંકી હુમલાના મૃતક માછીમારોના પરિવારોને 5 લાખની સહાય મળી - મુંબઇ આતંકી હુમલા

26 નવેમ્બરના રોજ થયેલા મુંબઇ આતંકી હુમલામાં પ્રથમ મોતને ભેટનારા કુબેર બોટના માછીમારોમાંથી નવસારીના 3 માછીમારોને 12 વર્ષના સંઘર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય મળતા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા.

26 november terror attack
26 november terror attack
author img

By

Published : Nov 28, 2020, 2:55 AM IST

Updated : Nov 28, 2020, 3:56 AM IST

  • વર્ષો સુધી સહાય માટે ધક્કા ખાઇને થાકેલા મૃતક માછીમારોના પરિવારજનોમાં ખુશી
  • ડિઝાસ્ટર મામલતદારે વાસી ગામે બે માછીમારોની વિધવા અને એકની નાનીને આપી સહાય
  • સહાય મળતા પરિવારજનોએ તેમના સંઘર્ષમાં મદદ કરનારા સૌનો આભાર માન્યો

નવસારી : 26 નવેમ્બરના રોજ થયેલા મુંબઇ આતંકી હુમલામાં પ્રથમ મોતને ભેટનારા કુબેર બોટના માછીમારોમાંથી નવસારીના 3 માછીમારોને 12 વર્ષના સંઘર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય મળતા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક માછીમારોના પરિવારોને 12 વર્ષ બાદ સરકારે સહાય ચેક નહીં, પણ ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટના સ્વરૂપે આપી છે.

12 વર્ષેના સંઘર્ષ બાદ અંતે 26/11ના આતંકી હુમલાના મૃતક માછીમારોના પરિવારોને 5 લાખની સહાય મળી

સહાય મળતા જ પરિવારજનોની આંખો છલકાઇ

26 નવેમ્બરના રોજ થયેલા મુંબઇ આતંકી હુમલામાં આતંકવાદીઓએ પ્રથમ દરિયામાં ગુજરાતની કુબેર બોટના માછીમારોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં નવસારી જિલ્લાના વાસી-બોરસી ગામના બળવંત ટંડેલ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થયા બાદ મૃતક માછીમારોના પરિવારજનોએ ગુજરાત સરકારમાં સહાય માટે હાથ લંબાવ્યો હતો, પણ તેમણે વર્ષો સુધી ધક્કા ખાઇને સરકારને ઝંઝોડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. જેમાં મૃતક માછીમારોનું મૃત્યુનું પ્રમાણપત્ર પણ કોર્ટમાં ન્યાયિક લડાઇ લડ્યા બાદ મળ્યુ હતુ. આ સાથે જ દર વર્ષે 26/11ની વરસી પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સહાયની આજીજી કરતા પણ પરિવારજનો થાક્યા ન હતા. 12 વર્ષના સંઘર્ષ બાદ શુક્રવારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા 26/11ના હુમલામાં માર્યા ગયેલા માછીમારની પત્ની દમયંતી ટંડેલ અને ધર્મિષ્ઠા રાઠોડ તેમજ વૃદ્ધ નાની લક્ષ્મી રાઠોડને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. સહાય મળતા મૃતક માછીમારોના પરિવારજનોની આંખો ખુશીના આંસુઓથી છલકાઇ ગઇ હતી.

26 november terror attack
સહાય મળતા પરિવારજનોએ તેમના સંઘર્ષમાં મદદ કરનારા સૌનો આભાર માન્યો

મૃતક માછીમારોના પરિવારોને સહાયનો ચેક નહીં, ફિક્સ ડિપોઝીટ આપવામાં આવી

સરકાર દ્વારા મૃતક માછીમારોના પરિવારોને અપાયેલી 5 લાખ રૂપિયાની સહાય ચેકથી નહીં, પણ ત્રણ વર્ષની બેંક ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે આપવામાં આવી છે. જેથી માછીમારોના પરિવારોએ મળેલી સહાય માટે હજૂ 3 વર્ષ રાહ જોવી પડશે.

26 november terror attack
વર્ષો સુધી સહાય માટે ધક્કા ખાઇને થાકેલા મૃતક માછીમારોના પરિવારજનોમાં ખુશી

ETV BHARATના અહેવાલની પડી અસર, ફેબ્રુઆરીમાં કરેલી સહાયની જાહેરાત નવેમ્બરમાં ચુકવાઇ

આતંકી હુમલાના મૃતક માછીમારોના પરિવારજનોની વેદના સરકાર સુધી પહોંચાડવામાં માધ્યમ બનેલા ઇટીવી ભારતના એહવાલો બાદ તંત્રએ ઉતાવળ દાખવી મૃતક માછીમારોના પરિવારજનોને ગત ફેબ્રુઆરીમાં જાહેર થયેલી સહાય બેંક એફડી સ્વરૂપે ચુકવી હતી. જયારે સહાય મેળવવામાં મદદરૂપ થયેલી સેવા સંસ્થા સહિત તમામ સંબંધિતોનો મૃતક માછીમારોના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

26 november terror attack
ડિઝાસ્ટર મામલતદારે વાસી ગામે બે માછીમારોની વિધવા અને એકની નાનીને આપી સહાય

આ પણ વાંચો - 26/11નો આતંકી હુમલો: ઘટનાને 12 વર્ષ વિતવા છતાં મૃતક માછીમારોના પરિજનો સરકારી સહાયથી વંચિત

26/11ના આતંકી હુમલામાં આતંકવાદીઓના ફાયરિંગમાં મૃત્યુ પામેલા નવસારીના ત્રણ માછીમારોના પરિજનોને 12 વર્ષ વિતવા છતાં સરકાર દ્વારા સહાય ચૂકવાઈ નથી. જેથી ફરી એકવાર મૃતક માછીમારોના પરિજનોને કલેક્ટરે સમય ન આપતા જિલ્લા અધિક કલેક્ટર સામે સેવા સંસ્થાના સાઠવતે વેદના ઠાલવી વહેલી સહાય આપવા માટેની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ પણ વાંચો - '26/11 હુમલા'નો ભોગ બનનાર માછીમાર હજુ સરકારી ચોપડે જીવે છે..?

દીવઃ મુંબઈ પર આતંકી કસાબ અને તેનાં સાથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બનનારા માછીમાર અમરચાંદનો પરિવાર 11 વર્ષ બાદ પણ મૃત્યુના પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. તાજ આતંકી હુમલાને મંગળવારે 11 વર્ષ પૂર્ણ થયા હતા. તેમ છતાં રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મૃતક માછીમારના પરિવારને મરણ પ્રમાણપત્ર આપ્યું નથી. જે કારણે મળવા પાત્ર સમગ્ર લાભોથી પરિવાર વંચિત છે.

આ પણ વાંચો - અસંવેદનશીલ સરકાર : 26/11 ના આતંકી હુમલામાં પ્રથમ શહીદ નવસારીના માછીમારોને પરિજનોના 12 વર્ષોથી સહાય માટે વલખા

26/11 ના મુંબઇ આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા ગુજરાતની કુબેર બોટના માછીમારોમાં નવસારીના ત્રણ માછીમારો પણ સામેલ હતા. જેમના પરિવારજનો સરકારી સહાય માટે 12 વર્ષોથી નવસારી કલેક્ટરના ધક્કા ખાઇ રહ્યા છે, છતાં તેઓ સહાયથી વંચિત રહ્યા છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાનને વહેલી સહાય ચુકવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Last Updated : Nov 28, 2020, 3:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.