ETV Bharat / state

Navsari Rain: નવસારી ખાતે પરીક્ષા આપવા આવેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત - Exam appearing youth drowned and died

નવસારીમાં તોફાની વરસાદ નોંધાયો છે તે વચ્ચે એક યુવકની તણાઈ જવાની ઘટના સામે આવી છે. વિદેશ જવાની ઈચ્છા રાખનારો યુવક IELTSની પરીક્ષા આપવા માટે બીલીમોરાથી નવસારી આવ્યો હતો અને વરસાદી પાણી ભરાયા હતા તેમાં તણાઈ જવાથી તેનું મોત થઈ ગયું છે.

exam-appearing-youth-drowned-and-died-in-navsari

author img

By

Published : Jul 23, 2023, 3:57 PM IST

યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

નવસારી: નવસારીમાં ભારે વરસાદની વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરના જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારમાં બીલીમોરાથી નવસારી પરીક્ષા આપવા માટે પોતાના પિતા સાથે આવેલા યુવક પરત ફરતી વેળાએ પાણીના વહેણમાં ખેંચાઈ ગયો હતો. જેને નવસારી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા 8 કલાક બાદ તેના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. પોતાના લાડકવાયા દીકરા નું પાણીમાં ડૂબી જવાથી મોત થતા પિતા ભાંગી પડ્યા હતા.

શું બની ઘટના?: પરીક્ષા આપ્યા બાદ વીરસિંહ પોતાના પિતા સાથે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જયશંકર પાર્ટી પ્લોટથી પારસી હોસ્પિટલ જતા મુખ્ય માર્ગ પરથી પિતા પુત્ર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતી વેળાએ વીર સિંહ અને તેના પિતા પાણીના વહેણમાં ખેંચાવા લાગ્યા હતા. જેમાં સ્થાનિકો દ્વારા વહેણમાં ખેંચાતા પિતા-પુત્રમાંથી પિતાને બચાવી લેવામાં આવ્યો હતો. પુત્ર પાણીના વહેણમાં ખેંચાઈ બાજુમાં આવેલા નાળામાં ડૂબી ગયો હતો.

'બપોરના સમયે અમને એક યુવક પાણીમાં ડૂબ્યો છે તેઓ કોલ મળ્યો હતો. જેથી અમે ઘટના સ્થળે પહોંચી તેને શોધવાની કામગીરી કરી હતી. એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી જેથી નવસારી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા 8 કલાક બાદ યુવકના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો.' -કિશોર માંગેલા, ફાયર અધિકારી

આઠ કલાક બાદ મળ્યો મૃતદેહ: ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વીર સિંહને શોધવાની કામગીરી આરંભ હતી. 8 કલાક વિત્યા બાદ ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા તેની લાશને શોધી કાઢવામાં આવી હતી. પોતાના લાડકવાયા દીકરાનું પોતાની આંખ સામે પાણીમાં ડૂબી જવાથી મોત થતા પિતા પણ ભાંગી ગયા હતા. આઠ કલાક બાદ પોતાના પુત્રને જોતા પિતા ઉના આઘાતમાં સરી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી અકસ્માત મોત ને લઈને તપાસ શરૂ કરી હતી.

  1. Gujarat Rain Live Update: આફતનો વરસાદ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે
  2. રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, જૂનાગઢ જતી 40 એસટી બસો બંધ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.