ETV Bharat / state

કોરોના કાળમાં વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ દ્વારા અધિકારોની માગ, ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ - નવસારી

નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાંથી રવિવારે 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓએ કોરોના કાળમાં રસ્તા પર ઉતરી પોતાના અધિકારોની માંગણી સાથે અંદાજે 15 કિમીથી વધુ કિલોમીટરની માનવ સાંકળ રચી હતી. સાથે જ દોઢ કલાકથી વધુ સમય સુધી ચીખલી-વાંસદા માર્ગ પર ચક્કાજામ કરી, પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

કોરોના કાળમાં વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓની અધિકારોની માંગ, ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ
કોરોના કાળમાં વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ દ્વારા અધિકારોની માગ
author img

By

Published : Sep 13, 2020, 11:04 PM IST

નવસારી: યુનો દ્વારા 13મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો છે, ત્યારે રવિવારે 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર ખાતેથી હનુમાનબારી સુધી આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તાની વચ્ચે ડીવાયડર પર પ્લે-કાર્ડ સાથે ઉભા રહીને આદિવાસીઓને અને આવતા જતા લોકોને આદિવાસીઓના અધિકારો પ્રરત્વે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આગેવાનો સાથે આદિવાસીઓએ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

કોરોના કાળમાં વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ દ્વારા અધિકારોની માગ
કોરોના કાળમાં વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ દ્વારા અધિકારોની માગ

જેમાં વિસ્થાપિત આદિવાસીઓના પુનર્વસન, એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભારતામાલા જેવા પ્રોજેક્ટો રદ્દ કરવા, રૂઢી ગ્રામસભાને માન્યતા, અનુસૂચી 5ની અમલવારી, જાતિવાદ નાબુદી જેવા મુદ્દાઓનાં નિરાકરણની માંગણી ઉચ્ચારી હતી. પરંતુ જો સરકાર આદિવાસીઓના અધિકારો આપવામાં આળસ કરશે, તો આગામી દિવસોમાં ઉમરગામથી અંબાજી સુધી અંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રવિવારે નવસારીના ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર આદિવાસીઓ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં લોક જાગૃતિનો પ્રયાસ અને બાદમાં વિરોધ પ્રદર્શન કોરોના કાળના નિયમોથી દુર રહ્યું હતું. અહીં માસ્ક સાથે આદિવાસીઓ ભેગા થયા, પરંતુ સોશ્યલ ડીસ્ટનસિંગ જળવાયું ન હતું. આદિવાસીઓએ એક બીજાના હાથમાં હાથ નાંખીને પારંપરિક નૃત્ય પણ કર્યુ હતું.

ઉલ્લેખનિય છે કે, ગત દિવસોમાં વાંસદામાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થતા વાંસદાના વેપારી મંડળે બપોરે બે વાગ્યા સુધી જ બજાર ચાલુ રાખવાનું ફરમાન જારી કર્યુ હતું. પરંતુ રવિવારે આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં આદિવાસી આગેવાનો સાથે જ આદિવાસીઓ કોરોનાને ભુલી ગયા હોવાનું જણાયુ હતુ.

આદિવાસી આગેવાનોએ ગુજરાત સરકાર અવનવા પ્રોજેક્ટો થકી આદિવાસીઓ પર દમન ગુજરાતી હોવાના આક્ષેપો સાથે રૂઢી ગ્રામસભા કાયદેસર હોવાની અને રાજ્યમાં અનુસૂચી 5 લાગુ કરવાના અધિકાર માટેની માંગણી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.