ETV Bharat / state

ચીખલી પોલીસ મથક હત્યા પ્રક્રણ મામલે આરોપીની ધરપકડની કરાઇ માગ - Chikhli police station

ચીખલી પોલીસ મથકમાં ડાંગના 2 શકમંદ આદિવાસી યુવાનોની પોલીસ કર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારણમાં 11 દિવસો થવા છતાં હત્યારોપીઓની ધરપકડ ન થતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ધરણા પર બેસી જતા જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પહોંચી તટસ્થ કાર્યવાહીની ખાતરી આપવી પડી હતી.

ચીખલી પોલીસ મથક હત્યા પ્રક્રણ મામલે આરોપી પોલીસકર્મીઓની ધરપકડની કરાઇ માગ
ચીખલી પોલીસ મથક હત્યા પ્રક્રણ મામલે આરોપી પોલીસકર્મીઓની ધરપકડની કરાઇ માગચીખલી પોલીસ મથક હત્યા પ્રક્રણ મામલે આરોપી પોલીસકર્મીઓની ધરપકડની કરાઇ માગ
author img

By

Published : Aug 8, 2021, 10:17 AM IST

  • આદિવાસી આગેવાનોએ પોલીસ મથકનો કર્યો ઘેરાવ
  • પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
  • જિલ્લા પોલીસ અધિક્ષકે તટસ્થ કાર્યવાહીની ખાતરી આપતા ધરણા

નવસારી: ચીખલી પોલીસ મથકમાં ડાંગના 2 શકમંદ આદિવાસી યુવાનોની પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રકારણમાં 11 દિવસો થવા છતાં હત્યારોપીઓની ધરપકડ ન થતા અને આરોપીઓએ આગોતરા જામીન મુક્તા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ચીખલી પોલીસ મથકે ઘેરાવો

જેને પગલે આજે સાંજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી આગેવાનોએ ચીખલી પોલીસ મથકે ઘેરાવો કર્યો હતો, ત્યારબાદ પોલીસ મથક નજીક હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડની માગ સાથે ધરણા પર બેસી જતા જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પહોંચી તટસ્થ કાર્યવાહીની ખાતરી આપવી પડી હતી. જોકે 9 ઓગષ્ટ સુધીમાં આરોપીઓની ધરપકડ ન થાય તો ફરી પોલીસ મથકનો ઘેરાવો કરવાની ચેતવણી પણ આપીવામાં આવી હતી.

આદિવાસી આગેવાનોની રજૂઆતો

આ ઘટનામાં આદિવાસી આગેવાનોની રજૂઆતો અને રાજકિય વાતાવરણ બનતા ગત 27 જુલાઈના રોજ મૃતક યુવાનોના પરિવારજનોની લેખિત ફરિયાદને જ FIRમાં ફેરવી ચીખલીના PI એ. આર. વાળા, PSI એમ. બી. કોકણી, HC શક્તિસિંહ ઝાલા, PC રાજેન્દ્ર રાઠોડ, PC રામજી યાદવ અને અન્ય એક ઈસમ સામે પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને સોંપી હતી. ફરિયાદ નોંધાયાને 11 દિવસો વિતવા છતાં પોલીસ તપાસ કઈ દિશામાં થઈ રહી છે, આરોપીઓને અત્યાર સુધીમાં કેમ પકડવામાં આવ્યા નથી, જેવા સવાલો લોક માનસમાં ઉઠ્યા હતા.

ચીખલી પોલીસ મથક હત્યા પ્રક્રણ મામલે આરોપી પોલીસકર્મીઓની ધરપકડની કરાઇ માગ

આ પણ વાંચો: સાબરકાંઠાના સંચેરી ગામની મહિલા સાથે દુરાચાર, 6 સામે નોંધાઈ ફરિયાદ

હત્યારોપીઓની ધરપકડની કરાઇ માગ

જોકે આ બધા વચ્ચે ગત રોજ PI એ. આર. વાળા અને HC શક્તિસિંહ ઝાલાએ અને આજે PC રામજી યાદવે નવસારી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કર્યાની માહિતી મળતા આદિવાસીઓ અકળાયા હતા. જેમાં આજે સાંજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી આગેવાનો અને લોકોએ ચીખલી પોલીસ મથકનો ઘેરાવ કરીને હત્યારોપીઓની ધરપકડની માગ કરી હતી. કલેક્ટરના જાહેરનામાને પગલે આદિવાસીઓએ ચીખલી બાગ બહાર ધરણા પર બેસી ગયા હતા.

સમગ્ર પ્રકરણમાં તથસ્ટ તપાસની ખાતરી

જેને લઈને સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ચીખલી પોલીસ મથકે ખડકી દેવામાં આવ્યો હતો. દરમિયાન આદિવાસીઓના વિરોધને જોઈ, પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે ચીખલી પહોંચી હતી. હત્યારોપીઓને પકડવા પોલીસની 5 ટીમ કાર્યરત હોવા સાથે બે ટીમ સૌરાષ્ટ્રમાં તપાસ કરી રહી છે સાથે જ એટ્રોસિટીના ગુનામાં સ્થાનિક કોર્ટમાંથી જામીન નથી મળતા અને કોર્ટમાંથી કોઈ અધિકારીક પત્ર આવ્યો ન હોવાનું જણાવી, સમગ્ર પ્રકરણમાં તથસ્ટ તપાસની ખાતરી આપી હતી.

વિશ્વ આદિવાસી દિવસે ચીખલી પોલીસ મથકમાં ઘેરાવની ચીમકી

પોલીસ અધિક્ષકની ખાતરી બાદ વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાનોએ ધારણા સમેટી લીધા હતા. પરંતુ 9 જુલાઈ, વિશ્વ આદિવાસી દિવસ સુધીમાં પોલીસ કર્મીઓની ધરપકડ ન થાય, તો ચીખલી પોલીસ મથકનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે પોલીસ આદિવાસી યુવાનોના હત્યારોપી પોલીસ કર્મીઓને પકડી શકે છે કેમ..? એ જોવું રહ્યુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.