નવસારી: હાલ સોશિયલ મીડિયા પર યુવાનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે રીલ બનાવી અથવા તો અવનવા અખતરા કરી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી વીડિયો અપલોડ કરતા હોય છે. જેમાં નવસારીના રાજ દંતાણી નામના યુવકને પોતાના જન્મદિવસે જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ ડે ઉજવી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો અખતરો ભારે પડ્યો છે. કારણ કે વાયરલ થયેલા વીડિયો નવસારી એસ.ઓ.જી પોલીસને ધ્યાને આવતા નવસારી એસ ઓ જી પોલીસે વીડિયોના આધારે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ યુવાનની ધરપકડ: આજનો યુવા વર્ગ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાના ચક્કરમાં કોઈ વાર મુસીબતમાં પણ મુકાઈ જતો હોય છે. આવો જ એક કિસ્સો નવસારીથી પ્રકાશિત થયો છે. જેમાં યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેરમાં તલવારથી કેક કાપીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વીડિયો નવસારી એસ ઓ જી પોલીસે ધ્યાને આવતા વાયરલ થયેલા વીડિયોને આધારે આ યુવકની તપાસ કરતા આ યુવાન નવસારીના કબીરપુર ની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો રાજ દંતાણી હોવાનું માલુમ પડતા પોલીસે આ યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
એસ ઓ જી પોલીસ ઇન્સ્પેક્ટર આપી માહિતી: સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર તલવાર વડે જાહેર રોડ ઉપર બર્થડે કેક કાપતા ઈસમનો વીડિયો વાયરલ થયો હતો. જે પોલીસને ધ્યાને આવતા વીડિયોને આધારે આ યુવકની તપાસ કરતા નવસારીના આનંદ પાર્ક સોસાયટી ખાતેથી તલવારથી કેક કાપનાર રાકેશ દંતાણી નામના યુવકને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. ઉપયોગમાં લીધેલ તલવારનો કબજો મેળવી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.