ETV Bharat / state

નવસારીમાં 5 સ્થળોએ કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ - Vaccinate Corona Warriors

નવસારી જિલ્લામાં મંગળવારે 5 સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં 125 કોરોના વોરિયર્સને વેક્સિન આપવા માટેની રિહર્સલ કરવામાં આવી હતી.

નવસારીમાં કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

author img

By

Published : Jan 7, 2021, 6:55 PM IST

  • નવસારીમાં કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ
  • જિલ્લામાં 10 હજાર ફ્રન્ટ લાઇન વોરિયર્સને અપાશે પ્રથમ વેક્સિન
  • 3 લાખથી વધુ આધેડ વયના અને 15 કોમોર્બીડ વ્યક્તિઓને પણ આવરી લેવાશે
  • જિલ્લામાં 1028 બુથો પરથી 488 વેક્સિનેટર્સ આપશે વેક્સિન

નવસારી: કોરોનાના 10 મહિનાના હાહાકાર બાદ આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ભારત સરકારે કોરોના વેક્સિનને મંજૂરી આપી, જેની સાથે જ કોરોના સામે લડતા ફ્રન્ટ લાઇન વોરિયર્સ તેમજ 50 વર્ષથી ઉપરના અને કોમોર્બીડ વ્યક્તિઓને પ્રથમ વેક્સિન આપવા માટેની તૈયારી કરાઈ છે. નવસારી જિલ્લામાં મંગળવારે 5 સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં 125 કોરોના વોરિયર્સને વેક્સિન આપવા માટેની રિહર્સલ કરવામાં આવી હતી.

નવસારીમાં કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ
નવસારીમાં કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

5 સ્થળોએ યોજાયેલી ડ્રાયરનમાં 5 લાયાઝનીંગ ઓફિસર સાથે 25 આરોગ્યકર્મીઓ જોડાયા

કોરોના વાઈરસને લઈ દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતુ, જોકે બાદમાં અનલોક પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાથે જ કોરોના મહામારીને વધતી અટકાવવા માટેના સક્ષમ પ્રયાસો હાથ ધરવા સાથે જ વેક્સિન બનાવવા માટેની તૈયારીઓ પણ આરંભી હતી. જેમાં 10 મહિના બાદ ભારત સરકારે કોરોનાની બે વેક્સિનને મંજૂરી આપી છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પ્રથમ રસીકરણ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. જેમાં દરેક જિલ્લામાં ડ્રાય રન યોજી આરોગ્ય વિભાગને એલર્ટ કર્યું છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે મંગળવારે નવસારી સિવિલ હોસ્પિટલ સહિત 5 સ્થળોએ કોરોનાની વેકસિનની ડ્રાયરન યોજી હતી. વેક્સિનની રિહર્સલમાં જેને રસી આપવાની છે, એને મોબાઈલ મેસેજ આપવા સાથે જ આઇડી કાર્ડથી ચકાસણી કરી રસી આપવામાં આવી હતી. જ્યારે એમને વેક્સિન લીધા બાદ કોઈ તકલીફ પડે છે કે કેમ એ જાણવા, 30 મિનિટ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતા.

પોલીસ, શિક્ષકો, તંત્રના અધિકારી-કર્મચારીને પણ અપાશે વેક્સિન

ભારતમાં કોરોના વેક્સિન આપવા માટે સરકારે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. જેથી વેક્સિન આપવા સમયે કોઈ મુશ્કેલી ન આવે અને સરળતાથી વેક્સિન લોકો સુધી પહોંચાડી શકાય. નવસારી જિલ્લામાં જિલ્લા વેક્સિન સેન્ટર સહિત 55 વેક્સિન સ્ટોરેજ સેન્ટર છે, જ્યાં વેક્સિન સંગ્રહાશે. જેની સાથે જ કોને કોને વેક્સિન આપવાની છે, એની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. નવસારીમાં પ્રથમ સરકારી અને ખાનગી મળી 9,546 આરોગ્યકર્મીઓ, ત્યારબાદ 3.05 લાખ 50 વર્ષથી ઉપરના વ્યકિતઓ તેમજ 15 હજાર કોમોર્બીડ કન્ડિશનવાળા વ્યક્તિઓને બીજા તબક્કામાં રસીકરણ કરાશે. જ્યારે ત્રીજા તબક્કામાં પોલીસ, શિક્ષકો, તંત્રના અધિકારી-કર્મચારી, પત્રકારો, જેઓ કોરોના સામેની લડાઈના યોદ્ધાઓ છે, એમને પણ રસીકરણ કરાશે. જેના માટે જિલ્લાની 4 વિધાનસભાના 1028 બુથોને રસીકરણ કેન્દ્રોમાં ફેરવવામાં આવ્યાં છે.

જિલ્લા કલેક્ટર અને WHO ના પ્રતિનિધીએ ડ્રાયરનનું કર્યું નિરીક્ષણ

નવસારી જિલ્લામાં મંગળવારે નવસારી સિવિલ હોસ્પિટલ, વિજલપોર પ્રાથમિક શાળા, ખડસુપા પ્રાથમિક શાળા, બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર અને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ડ્રાય રન યોજવામાં આવી હતી. નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ડ્રાયરન દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલ અને WHO ના પ્રતિનિધિ ડો. ચિરાગ વાલિયા ખાસ ઉપસ્થિત રહીને નિરિક્ષણ કર્યું હતું. સાથે જ જિલ્લા કલેક્ટરે વેક્સિનેશનની સમગ્ર પ્રકિયા સમજી હતી અને ડ્રાયરનમાં આવેલી મુશ્કેલીઓનો રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી હતી, જેથી રસીકરણ વખતે મુશ્કેલી ન પડે.

નવસારીમાં 5 સ્થળોએ કોવિડ-19 વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.