નવસારી: કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મૂક્યો છે. જેના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થવાને કારણે ગરીબો, શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગના કરોડો લોકોની સ્થિતિ કફોડી બની છે.
નવસારી જિલ્લામાં પણ હજારો લોકોને ખાવા-પીવાની સમસ્યા ઉભી થવા સાથે જ જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓની પણ તકલીફ ઉભી થઈ છે. ત્યારે નવસારીની સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદોની વ્હારે આવી છે અને તેમની ચા-નાસ્તા સાથે જ બે સમય જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે.
જેમાં નવસારીની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની રિજનલ શાખાના અધિકારીઓ સહિત તેની નીચેની 42 બ્રાન્ચોના અધિકારી અને કર્મચારીઓએ ફાળો ભેગો કરી મધ્યમ વર્ગ તેમજ ગરીબો માટે 250 રાશન કીટ બનાવી છે. જેને નવસારી પોલીસને આપી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે.