ETV Bharat / state

ચીખલી ક્સ્ટોડિયલ ડેથ મુદ્દે કોંગી આદિવાસી નેતાઓને કરાયા ડિટેન

નવસારીના ચીખલીમાં બે મહિના અગાઉ થયેલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સંગઠનોએ આજથી(સોમવાર) ત્રણ દિવસ સુધી ચીખલીમાં ધરણા પ્રદર્શન કરવાની કરેલી તૈયારીને પોલીસે નિષ્ફળ બનાવી છે.

ચીખલી ક્સ્ટોડિયલ ડેથ મુદ્દે કોંગી આદિવાસી નેતાઓને કરાયા ડિટેન
ચીખલી ક્સ્ટોડિયલ ડેથ મુદ્દે કોંગી આદિવાસી નેતાઓને કરાયા ડિટેન
author img

By

Published : Sep 21, 2021, 1:16 PM IST

  • આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે કરી હતી ત્રણ દિવસના ધરણાની જાહેરાત
  • પોલીસે ધરણા કાર્યક્રમને નિષ્ફળ બનાવતા આદિવાસીઓમાં આક્રોશ
  • રૂઢિગત ગ્રામસભાના પ્રમુખ રમેશ પટેલે કર્યો અન્નજળનો ત્યાગ

નવસારી : નવસારીના ચીખલીમાં બે મહિના અગાઉ થયેલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સંગઠનોએ આજથી(સોમવાર) ત્રણ દિવસ સુધી ચીખલીમાં ધરણા પ્રદર્શન કરવાની કરેલી તૈયારીને પોલીસે નિષ્ફળ બનાવી છે. પોલીસે સવારથી આદિવાસી આગેવાનોને ડિટેન કરતા આદિવાસીઓમાં આક્રોશ છે. જેની સાથે જ રૂઢિગત ગ્રામસભાના પ્રમુખે અન્નજળનો ત્યાગ કરી આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ચીખલી ક્સ્ટોડિયલ ડેથ મુદ્દે કોંગી આદિવાસી નેતાઓને કરાયા ડિટેન
ચીખલી ક્સ્ટોડિયલ ડેથ મુદ્દે કોંગી આદિવાસી નેતાઓને કરાયા ડિટેન

આ પણ વાંચો :કંગના રાણાવત, જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં સુનાવણી માટે હાજર થાય તેવી શક્યતા

ચીખલી ખાતે ધરણા પ્રદર્શન માટે આદિવાસીઓ બનાવેલ મંડપ પણ પોલીસે હટાવ્યો

ગત 21 જુલાઈની વહેલી સવારે બાઇક ચોરીની શંકમાં ઉઠવેલા ડાંગના બે આદિવાસી યુવાનોએ પોલીસ મથકમાં જ એક જ વાયરના બે છેડા ગળે બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં અઠવાડિયા બાદ પોલીસે ચીખલીના PI, PSI સહિત 6 પોલીસ કર્મીઓ સામે હત્યા, અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પરંતુ બે મહિના વિતવા છતાં પોલીસે હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ ન કરતા આદિવાસીઓમાં આક્રોશ છે. જેમાં આદિવાસી નેતા અને કોંગી ધારસભ્ય અનંત પટેલ તેમજ આદિવાસી આગેવાનોએ આજથી ત્રણ દિવસો સુધી પ્રતીક ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : પીલીભીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ભાજપ પર પ્રહાર, ઉત્તરપ્રદેશમાં તાલિબાનની જેમ બંદૂકની અણીએ ભાજપ સરકાર બનાવશે

કોંગી નેતાઓને ડિટેન કરવામાં આવ્યા

આજે આદિવાસીઓ ધરણા માટે ચીખલી પોલીસ મથકે ભેગા થાય એ પૂર્વે જ પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં BTP ના પ્રમુખ પંકજ પટેલ, ખેરગામના કોંગી આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને નજર કેદ કરાયા છે. રૂઢિગત ગ્રામસભાના પ્રમુખ રમેશ પટેલે ખાંભડા ગામે પોલીસ સાથે માથાકૂટ કરતા LCB પોલીસ પરત ફરી હતી. જ્યારે ધરણા નિષ્ફળ બનાવાતા રમેશ પટેલે જ્યાં સુધી ન્યાય માટે ધરણા ન કરવા દેવામાં આવે, ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી, જરૂર પડ્યે આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.