ETV Bharat / state

રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર ! નવસારીમાં વિદ્યાર્થીઓએ બનાવેલું આ મોડલ બન્યું આકર્ષણનું કેન્દ્ર - રંગ ચિકિત્સા પદ્ધતિ

શું તમે રંગ થેરાપી વિશે સાંભળ્યું છે ? તમે ચોમાસામાં મેઘઘનુષ્યના રંગો જોવાનો લ્હાવો તો લીધો હશે, વરસાદના એક ટીંપામાંથી જ્યારે પ્રકાશના કિરણો પસાર થાય ત્યારે આકાશ જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. આ રંગો આપણા મૂડ અને લાગણીઓ અને સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રંગ ઉપચાર દ્વારા રોગોની સારવાર કરી શકાય છે. રંગ ઉપચારને ક્રોમોથેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે.

રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર
રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 7:43 PM IST

Updated : Dec 20, 2023, 8:12 PM IST

રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર

નવસારી: રંગ ચિકિત્સા અનુસાર દરેક રંગમાં અલગ-અલગ કંપન અને ઊર્જા હોય છે, જે આપણા શરીરને અસર કરતાં હોય છે. સારવારની પદ્ધતિ તરીકે રંગ ઉપચારનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્ત, ભારત, ચીન, રશિયા અને વિશ્વના ઘણા દેશોમાં થતો હતો. રંગ શરીરના કોષોમાં શારીરિક ફેરફારોનું કારણ બની શકે છે. રંગ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ બીમારીને દૂર કરવા અને શરીરને બીમારીમુક્ત કરવા થઈ શકે છે.

નવસારીના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી રંગ ઉપચાર પદ્ધતિ

નવસારીના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી રંગ ઉપચાર પદ્ધતિ:

ખારેલ હાઈસ્કૂલ ખાતે યંગ સાયન્સ લીડર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે આ કાર્યક્રમનની શરૂઆત બે મહિના પહેલા કરવામાં આવી હતી. નવસારી સુરત અને ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શાળાઓને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. શાળાઓ પાસેથી અલગ અલગ સાયન્સ મોડલ મંગાવવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતના તબક્કે 694 મોડેલ બાળકોએ તૈયાર કર્યા હતા, જે પૈકી 150 મોડેલ પસંદગી પામ્યા હતા. આ પસંદ પામેલા મોડેલનું આજે એક્ઝિબિશન યોજાયું હતું.

રજૂ કરવામાં આવેલા સાયન્સ મોડલોમાં રંગ ચિકિત્સા પદ્ધતિનું મોડલ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રાચીન સમયની આ પદ્ધતિને જાણવા માટે ત્યાં આવેલા જજ સહિત લોકોએ બાળકો પાસે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ રંગ ચિકિત્સા પદ્ધતિ આલીપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નવસારી જિલ્લાની આલીપોર મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થી હવા હિફજુર રહેમાન આઈ રાવત અને મરીયમ મો. દ્વારા રજૂ કરાઈ હતી. પસંદ થયેલા મોડલોને મુખ્ય મહેમાનના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાચીન સમયની વિસરાયેલી પદ્ધતિ: રંગીન કાચની મદદથી સૂર્યના કિરણોમાંથી આવશ્યક રંગોનો પ્રભાવ લઈને તેના દ્વારા થતી રોગ સારવાર પદ્ધતિ જેને રંગ ચિકિત્સા (ક્રોમો થેરાપી) કહેવામાં આવે છે. પં. શ્રીરામ શર્મા આચાર્ય લેખિત સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન પુસ્તકમાં રંગ ચિકિત્સા પદ્ધતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સૂર્ય કિરણોના મહત્વ અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ ક્રોમોપેથિક વિજ્ઞાનના આધારે રંગીન કાચની મદદથી કિરણોમાંથી આવશ્યક રંગોનો પ્રભાવ લઈને તેના દ્વારા રોગ નિવારણ કરી શકાય છે.

રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર
રંગ ચિકિત્સા પદ્ધતિથી રોગોની સારવાર

યુરોપ અને અમેરિકામાં છેલ્લા 50 વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરી ચિકિત્સા કરવામાં આવી રહી છે અને ત્યાં આશ્ચર્યજનક લાભ પણ થયો છે. જ્યારે ચીનના ડોક્ટર ફીનસીને તડકાની મદદથી ઈલાજ કરવામાં બહુ મોટી ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

વૈજ્ઞાનિકોનો મત: વિખ્યાત પર્શિયન ફિલસૂફ અને ચિકિત્સક ઇબ્ન સિનાના લખાણોમાં, જે યુરોપમાં એવિસેનાના નામથી જાણીતા છે. એક ઉલ્લેખ જોવા મળે છે કે રક્તસ્રાવના દર્દીએ વાદળી રંગને જોવાનું બંધ કરવું જોઈએ, જેમાં શામક ગુણધર્મો છે. અંગ્રેજી વૈજ્ઞાનિકો ડી. ડાઉન અને જી. બ્લન્ટે સાબિત કર્યું કે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગમાં હીલિંગ ગુણધર્મો છે તેનો ચામડીના રોગો અને રિકેટ્સની સારવાર માટે ઉપયોગ કરી શકાય છે. ત્યારથી રંગની સારવારની પદ્ધતિ એટલી લોકપ્રિય બની છે કે તેનો ઉપયોગ ગંભીર રોગો અને ઝડપી પુનઃપ્રાપ્તિ સામે તબીબી પ્રેક્ટિસમાં થાય છે.

કિરણોપચાર પદ્ધતિનો ઉપયોગ:

(1) સૂર્યોદય પછી દોઢ કલાક સુધીનો સમય અને સૂર્યાસ્ત પહેલા એક કલાકનો સમય કિરણોપચાર માટે ઉપયોગી છે. આ સમયે તડકા આડે જોઈએ તેઓ રંગીન કાચ રાખવો અને પાંચથી દસ મિનિટ કિરણ લેવા. શરીરના જે ભાગ પર કિરણ લેવા હોય તે ભાગ ખુલ્લો રાખવો તે વખતે શરીર પર સીધો પવન ન આવે તેનો ખ્યાલ પણ રાખવો.

રંગીન કાચ દ્વારા પ્રકાશનો સમય
નાના બાળકો માટેએક મિનિટ
મોટા બાળકો માટેબે મિનિટ
યુવાન માણસો માટેપાંચ મિનિટ

(2) સૂર્યના કિરણો લેવાનું બની શકે તેમ ન હોય તો જોઈતા રંગનો 60 થી 100 વોલ્ટનો બલ્બ અથવા તો ચાલુ બલ્બ પર જરૂરિયાત મુજબનું રંગીન કાગળ વીટાળી જે ભાગ પર કિરણ લેવાના હોય ત્યાંથી 18 થી 20 ઇંચ દૂર રાખી પાંચથી દસ મિનિટ દિવસમાં બેથી ત્રણ વખત કિરણ લેવા

(3) કાચની બોટલને જરૂરિયાત મુજબના રંગનું પેપર વીંટાડી બોટલમાં પોણા ભાગ સુધી પાણી ભરી સવારે 10 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા ઓછામાં ઓછું ત્રણ કલાક સુધી રાખવું જેમાં સૂર્યપ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ ન લાગે તેની કાળજી પણ રાખવી પડે છે. તડકામાં રાખી તૈયાર થયેલા પાણીને રોગના લક્ષણો અને વિસ્તાર પ્રમાણે એકથી બે કલાકના અંતરે 30 મિલી પાણી પીવું. જેમાં સૂર્યપ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ ન લાગે તેની કાળજી પણ રાખવી. આ પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા પાણીને બાળકો અને મોટી ઉંમરના લોકો માટેની પાણીની માત્રા પણ નક્કી કરી બતાવવામાં આવી છે તે પ્રમાણે આનો ઉપયોગ કરી શકાય છે.

(નોંધ: રંગ ચિકિત્સાથી થતી સારવારના નિદાન બાબતે ETV ભારત કોઈ પુષ્ટિ કરતું નથી)

  1. વાઈબ્રન્ટ ગુજરાતને લઈને CMની ફાઇનલ બેઠક દિલ્હીમાં; 12 લાખ લોકોને રોજગારી આપશે: ઋષિકેશ પટેલ
  2. 2023માં ઉત્પાદનક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતમાં આવ્યું, કોલિયર્સ ઇન્ડિયા અભ્યાસનું તારણ

Last Updated : Dec 20, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.