- વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં જોડાયા
- ઓનલાઇન કરતા ઑફલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને ભણવાની મજા
- 14 મહિનાઓ બાદ જિલ્લામાં 214 શાળાઓમાં શિક્ષણ કાર્ય આરંભાયું
નવસારી : કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળીને 14 મહિનાઓ સુધી બંધ રહેલી શાળાઓ ( Navsari Schools ) ફરી શરૂ થઇ છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 12 ના વર્ગો શરૂ કર્યા બાદ સરકારે આજથી ધોરણ 9 થી 11 ના વર્ગોને પણ 50 ટકા સંખ્યા સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેમાં નવસારી જિલ્લાની 122 ગ્રાન્ટેડ શાળાઓ સહિત કુલ 214 શાળાઓમાં આજથી ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ થયા છે. નવસારી-વિજલપોર શહેરની સંસ્કાર ભારતી હાઇસ્કૂલમાં પણ 1200 થી વધુની સંખ્યા સામે 550 થી વધુ વિદ્યાર્થીઓ સાથે શાળા શરૂ થઇ છે.
કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ માટે સૌ તૈયાર
ખાસ કરીને શાળાએ ( Navsari Schools ) આવતા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી કે અન્ય કોઇ સમસ્યા છે કે નહીં તેની ચકાસણી કરવા સાથે ટેમ્પરેચર પણ માપવામાં આવ્યા હતાં. જ્યારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉત્સાહભેર શિક્ષણ કાર્ય આરંભાયું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણની ખામીઓ જણાવી હતી. જ્યારે શિક્ષકોએ પણ અભ્યાસક્રમ સારી રીતે પૂરો કરી શકાશે તેવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી ધો-9 થી 11ના વર્ગો શરૂ
આ પણ વાંચોઃ Junagadh: આજથી શાળામાં ધોરણ 9 અને 11ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ થયું શરૂ