તાલુકા પંચાયતના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે તાલુકા પંચાયત એટલે વિકાસનું મંદિર કહેવાય, સરકારી કચેરીઓમાં અરજદારોને આરામદાયક સુવિધાયુક્ત વાતાવરણ પુરૂં પાડવા રાજ્ય સરકાર 20 વર્ષથી કાર્યરત છે. લોકોને સુવિધાયુક્ત વાતાવરણ પુરૂં પાડવું એ વિકાસ છે. દેશને વિકાસનો વિચાર ગુજરાતે આફ્યો છે. સંવેદનશીલ નિર્ણયોના કારણે સામાન્ય નાગરિકોને લાભ થયો છે.
શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગો માટે પણ રાજ્ય સરકારે અવીરત કાર્યો કર્યા અને તેના પરિણામે લોકોની સુખાકારીમાં વધારો થયો છે. કાર્યક્રમ દરમિયાન તક્તીનું અનાવરણ કચેરીનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.