ETV Bharat / state

પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ - News of Navsari

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત થયા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપી કાર્યકર્તાઓ, આગેવાનો અને ભાજપ કાર્યાલયો પર હુમલા થઈ રહ્યા છે. જેના વિરોધમાં આજે બુધવારે નવસારીના બીલીમોરા ખાતે સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપી આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ બંગાળમાં બદલાની રાજનીતિ રોકવા કેન્દ્ર સરકારને પણ એક્શનમાં આવવા અપીલ કરી હતી.

C. R. Patil in Billimora
C. R. Patil in Billimora
author img

By

Published : May 5, 2021, 10:35 PM IST

  • પશ્ચિમ બંગાળના પરિણામ બાદ પર ભાજપીઓ પર થતા હુમલાઓના વિરોધમાં ભાજપનો વિરોધ
  • નવસારીના ભાજપી આગેવાનો સાથે સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નોંધાવ્યો વિરોધ
  • બીલીમોરામાં વિરોધ પ્રદર્શન સાથે પાટલે બદલાની રાજનીતિ સામે કર્યા આકરા પ્રહારો

નવસારી : પશ્ચિમ બંગાળની ચૂંટણી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ માટે અહમની લડાઈ સાબિત થઇ હતી. જેમાં મમતા બેનર્જીની જીત થયા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપી કાર્યકર્તાઓ, આગેવાનો અને ભાજપ કાર્યાલયો ઉપર હુમલા થઈ રહ્યા છે. જેના વિરોધમાં આજે બુધવારે નવસારીના બીલીમોરા ખાતે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપી આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ બંગાળમાં બદલાની રાજનીતિ રોકવા કેન્દ્ર સરકારને પણ એક્શનમાં આવવા અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ

આ પણ વાંચો : વલસાડના રોલા ગામમાં આયોજિત રક્તદાન શિબિરમાં સી. આર. પાટીલે આપી હાજરી

કેન્દ્ર સરકારને પશ્ચિમ બંગાળમાં ભાજપીઓ પર થતાં હુમલાને રોકવા માટે મદદની અપીલ

હાલમાં જ પૂર્ણ થયેલી ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ પશ્ચિમ બંગાળમાં અટકી પડ્યો છે. પશ્ચિમ બંગાળને જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, પરંતુ સ્થાનિક મતદારોએ મમતા બેનર્જીને 200થી વધુ બેઠકો આપી, ભાજપને ધોબી પછાડ આપી છે. જોકે પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ ત્યાં ભાજપી કાર્યકરો, આગેવાનો અને ભાજપના કાર્યાલય અને ભાજપીઓના ઘરો પર હિંસક હુમલા થઈ રહ્યા છે. જેમાં ઘણા કાર્યકર્તાઓ અને આગેવાનો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાકે જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં બદલાની રાજનીતિ થઇ હોવાના આક્ષેપો સાથે આજે બુધવારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા નવસારીના બીલીમોરા ખાતે ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ સહિત આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

સી. આર. પાટીલનું વિરોધ પ્રદર્શન
સી. આર. પાટીલનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : કોરોના કાળમાં માઇક્રો પ્લાનિંગથી મોરવા હડફમાં ભાજપે વિજય મેળવ્યો : સી. આર. પાટીલ

બદલાની રાજનીતિ બંધ કરોના પ્લેકાર્ડ પણ સાથે રાખ્યા

ભાજપના આગેવાનોએ બદલાની રાજનીતિ બંધ કરોના પ્લેકાર્ડ પણ સાથે રાખ્યા હતા. જ્યારે વિરોધ બાદ સાંસદ સી.આર.પાટીલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપીઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને વખોડી પશ્ચિમ બંગાળ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ મોટા પ્રમાણમાં થતી ખૂનામરકીને રોકવા પશ્ચિમ બંગાળ સરકાર નિષ્ફળ હોવાની વાત કરી કેન્દ્ર સરકારને એક્શનમાં આવવાની અપીલ કરી હતી.

સી. આર. પાટીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.