અમદાવાદ અને મુંબઈનું અંતર ગણતરીના કલાકમાં પસાર થાય એ માટે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પોજેક્ટની કામગીરીઓ શરુ કરી છે. જેમાં પુરઝડપે કામ ચાલી રહ્યું છે. નવસારી જિલ્લાના ગ્રીનબેલ્ટને પણ અસર થતાં ખેડૂતો પાયમાલ થાય એવી દશામાં મુકાયા છે. માપણીને લઈને આવનાર દિવસોમાં ફરી ઉગ્ર વાતાવરણ સર્જાય એવી પરિસ્થિતિઓ નિર્માણ પામી હતી. ખેડૂતોની માગ મુજબ જમીન સંપાદનના ભાવો ન મળવાને કારણે સમયાન્તરે વિરોધ થતો આવ્યો છે, પરંતુ હવે ખેડૂતોની જમીનમાં વહીવટી તંત્ર દ્વારા જમીન હક પત્રમાં 28 જેટલા ગામોની પાકી એન્ટ્રી પડી જતા ખેડૂતો ફરી આંદોલનના માર્ગે ચડ્યા છે.
જિલ્લાના ૨8 ગામોના ખેડૂતોની મહામૂલી જમીનમાં વર્ષે શેરડી, ચીકુ અને કેરીના ત્રણ પાકો લેવાય છે. જેમાં સમગ્ર પરિવારનું ગુજરાન ચાલતું હોય છે સાથે અહીંના ખેડૂતો ત્રણ પાકોને લઈને તાજામાજા છે. તેવા ખેડૂતોની જમીન કંઈપણ સૂચના કે જંત્રી નક્કી કર્યા વગર બુલેટ ટ્રેન માટે માપણીઓ શરુ થયા બાદ હવે ખેડૂતોની જાણ બહારજ જમીન હક્ક પત્રમાં પાકી એન્ટ્રી પડતા ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સાથે આત્મવિલોપન માટેની તૈયારીઓ બતાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી માત્ર વાટાઘાટો દ્વારા ખેડૂતોને સંતોષ અપાય રહ્યો છે.
બુલેટ ટ્રેન પોજેક્ટમાં ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત વગર માપણીઓ શરુ કરતા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હવે ખેડૂતોની જાણ બહાર જમીન હક્ક પત્રકમાં પક્કી એન્ટ્રી પડી જતા ખેડૂતો વિફર્યા છે .પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વળતર અંગે જાહેરાત કે લેખિત ખાતરી ન આપવામાં આવે તો પરિસ્થિતિ વિકટ નોતરે એવું છે.