ETV Bharat / state

નવસારીમાં જન આશિર્વાદ યાત્રામાં ભાજપના નેતાનું ખિસ્સુ કપાતા, ખિસ્સાકાતરૂ ઝડપાયો

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ શનિવારે નવસારીમાં જન આશિર્વાદ યાત્રા લઈને નીકળ્યા હતા. જેમાં ભીડમાં ખિસ્સાકાતરૂઓએ ગણદેવીના સરીબુજરંગ અને બીલીમોરા મળી કુલ 3 લોકોના ખિસ્સા કાપી 44 હજારથી વધુ રોકડા રૂપિયા તફડાવ્યા હતા. જોકે બીલીમોરામાં ભાજપ અગ્રણીના હાથે જ સુરતનો ખિસ્સાકાતરૂ ઝડપાઇ ગયો હતો.

નવસારીમાં જન આશિર્વાદ યાત્રામાં ભાજપના નેતાનું ખિસ્સુ કપાતા, ખિસ્સાકાતરૂ ઝડપાયો
નવસારીમાં જન આશિર્વાદ યાત્રામાં ભાજપના નેતાનું ખિસ્સુ કપાતા, ખિસ્સાકાતરૂ ઝડપાયો
author img

By

Published : Oct 5, 2021, 10:04 AM IST

  • નવસારી જિલ્લામાં ભાજપના ઉપપ્રમુખનું ખિસ્સુ કાપતા આરોપી ઝડપાયો
  • સરીબુજરંગ પાસે બે જણાના ખિસ્સામાંથી 21 હજાર રોકડાની તફડાવ્યા
  • બીલીમોરામાં એકના ખીસ્સામાંથી 23 હજારથી વધુ રોકડા કાઢી લેવાયા

    નવસારી : ગુજરાતની નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારમાં આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા વિભાગના પ્રધાન બન્યા બાદ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ શનિવારે નવસારીમાં જન આશિર્વાદ યાત્રા લઈને નીકળ્યા હતા. જેમાં ભીડનો ફાયદો ઉઠાવી સુરતના ખિસ્સાકાતરૂઓએ ગણદેવીના સરીબુજરંગ અને બીલીમોરા મળી કુલ 3 લોકોના ખિસ્સા કાપી 44 હજારથી વધુ રોકડા રૂપિયા તફડાવ્યા હતા. જોકે બીલીમોરામાં ભાજપ અગ્રણીના હાથે જ સુરતનો ખિસ્સાકાતરૂ ઝડપાઇ ગયો હતો. જેને બીલીમોરા પોલીસને હવાલે કરતા પોલીસે ખિસ્સાકાતરૂની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ નવનિયુક્ત પટેલ સરકારના પ્રધાનો પોત-પોતાના વિસ્તારમાં લોકોના આશિર્વાદ મેળવવા માટે જન આશિર્વાદ યાત્રા લઈને નીકળ્યા છે. જેમાં ગણદેવીના ધારાસભ્ય અને નવનિયુક્ત અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ત્રણ દિવસની જન આશિર્વાદ યાત્રાના અંતિમ ચરણમાં શનિવારે નવસારી જિલ્લામાં ફરી રહ્યા હતા. પુરવઠા પ્રધાનની યાત્રાનુ જ્યાં સ્વાગત કરવામાં આવ્યું, ત્યાં ભીડ ભેગી થઈ હતી. જેનો ફાયદો ખિસ્સાકાતરૂઓએ ઉઠાવ્યો હતો. જન આશિર્વાદ યાત્રા ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામે પહોંચી ત્યારે પુરવઠા પ્રધાનના સ્વાગતના ઉત્સાહમાં ખિસ્સાકાતરૂના આટાફેરા શરુ થયા હતા.

ભાજપના નેતાએ ખિસ્સાકાતરૂને પોલીસને સોંપ્યો
જન આશિર્વાદ યાત્રા ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામે રહેતા ભરત હળપતિના પેન્ટના ખિસ્સામાંથી 10000 રૂપિયા અને હેમંત પટેલના પેન્ટના ખિસ્સામાંથી 11,000 રૂપિયા નજર ચૂકવીને ખિસ્સાકાતરૂએ તફડાવી લીધા હતા. જ્યારે યાત્રા બીલીમોરા શહેરમાં ફરી રહી હતી, તે દરમિયાન ઓડ નગર વિસ્તારમાં ભીડનો લાભ લઇ ખિસ્સાકાતરૂએ ઓડ નગરમાં રહેતા વસંત ઓડના ખિસ્સામાંથી 23500 રૂપિયા રોકડા તેમજ અન્ય લોકોના પાકીટ તફડાવી લીધા હતા. જોકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ગજેરાના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ તરફડાવવા જતા સુરતના ઉધના ખાતે સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સચિન કૈલાસ મરાઠે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ભાજપ અગ્રણી અશોક ગજેરાએ ખિસ્સાકાતરૂ સચિન મરાઠેને પકડી બીલીમોરા પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી બીલીમોરા અને ગણદેવી પોલીસ મથકમાં IPC ધારા 379 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પેન્ટના ખિસ્સા હાથ નાખતા ધ્યાન ગયુંઃ અશોક ગજેરા
ખિસ્સાકાતરૂ પકડાવાના મુદ્દે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ગજેરાએ જણાવ્યું હતુ કે, પુરવઠા પ્રધાન નરેશભાઈની જન આશિર્વાદ યાત્રા જીલ્લાના ગામડાઓ અને શહેરોમાં ફરી રહી હતી. જેમાં બીલીમોરા ખાતે ભીડ વધુ હતી અને અવાજ પણ વધારે થઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈએ મારા પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢયુ એવુ ધ્યાને આવતા, તરત એનો હાથ પકડ્યો હતો. જેમાં મારૂ પાકીટ નીચે પડી ગયુ અને ખિસ્સાકાતરૂ ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ તરત પાકિટ ઉઠાવી લઈ, ખિસ્સાકાતરૂને પકડીને નજીકમાં ઉભેલા પોલીસ કર્મીને સોંપ્યો હતો. ભીડવાળા વિસ્તારોમાં ખિસ્સાકાતરૂઓ સક્રિય હોય છે અને ગળામાં કિસન કપાતા હોય છે પરંતુ આપણે સજાગ રહી એ તે જરૂરી છે અશોક ગજેરાએ ઉમેર્યું હતુ.

સચિન મરાઠે રીઢો ગુનેગારઃ હેડ કોન્સ્ટેબલ રવિનભાઇ ટંડેલ
સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ રવિનભાઇ ટંડેલે જણાવ્યું હતું કે, જન આશિર્વાદ યાત્રા દરમિયાન પકડાયેલો આરોપી સચિન મરાઠે રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એક કરતાં વધુ લોકોના પાકીટ માર્યા હતા. જેમાં વસંત ઓડની ફરિયાદ બીલીમોરા પોલીસે લીધી છે. ફરિયાદ બાદ અન્ય લોકોના પાકીટ માર્યા હોવાનું જણાવ્યું હતુ. જેમાં જોગી ભાઈ પટેલના પાકીટમાંથી અંદાજે 8000થી વધુ અને કિરણ ઓડના પાકીટમાંથી અંદાજે સાત હજાર રૂપિયા તાફડાવ્યા હતા. પરંતુ આરોપીની અંગઝડતી કરતાં તેની પાસેથી ફક્ત 7000 રૂપિયા જ મળી આવ્યા હતા. જેથી આરોપી સાથે અન્ય લોકો પણ શામિલ હોય તેવું કહી શકાય. જોકે આરોપીના રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં વધુ હકીકત જાણી શકાશે.

આ પણ વાંચોઃ ભાજપના કાર્યકર્તાઓનું કરતૂત, આ કારણે ઘોડાને કરવામાં આવ્યો કલર...

આ પણ વાંચોઃ કુખ્યાત ગુનેગાર રવિ પૂજારીને FSL ખાતે લવાયો, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ ટેસ્ટ કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.