ETV Bharat / state

નવસારીમાં રત્ન કલાકાર મહિલા પર હુમલો કરનારા આરોપીને પકડી પાડતી ગ્રામ્ય પોલીસ - Arrest

નવસારીના છાપરા રોડ પર વેરાન રસ્તાએથી પસાર થતી રત્ન કલાકાર મહિલા પર હુમલો કરી મોબાઈલ લૂંટી ફરાર થનાર આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો છે.

રત્ન કલાકાર મહિલા પર હુમલો કરનારા આરોપીને પકડી પાડતી ગ્રામ્ય પોલીસ

author img

By

Published : Jun 19, 2020, 7:22 PM IST

નવસારી : જિલ્લાના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતી મહિલા ગત ૧૫ જૂનના રોજ સાંજે પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છાપરા રોડ પર ચિત્રકૂટ સોસાયટીની બાજુમાં આવેલા આંબા વાડીના વેરાન કાચા રસ્તા પરથી પસાર થતા એક અજાણ્યા ઇસમે અટકાવ્યા હતા અને તેમના ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહિલાના હાથ અને કાનમાં ઈજા પહોંચી હતી, જોકે હુમલાખોર મહિલાનો મોબાઈલ ફોન લૂંટીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેના પગલે મહિલાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રત્ન કલાકાર મહિલા પર હુમલો કરનારા આરોપીને પકડી પાડતી ગ્રામ્ય પોલીસ
રત્ન કલાકાર મહિલા પર હુમલો કરનારા આરોપીને પકડી પાડતી ગ્રામ્ય પોલીસ

આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે ઘટના સ્થળની આસપાસનાં CCTV તપાસી આરોપીને ઓળખ્યો હતો. આ સાથે જ આરોપી શહેરમાં મોબાઈલ વેચવા ફરી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા જ ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા હુમલો કર્યો હોવાની કબૂલાત કરતા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.