સુરતમાં 22 બાળકો ટ્યુશન ક્લાસમાં અગ્નિતાંડવના શિકાર બન્યા હતા. જેના પગલે રાજ્યનું તંત્ર જાગીને ટ્યુશનિયા શિક્ષકો પર લાલઆંખ કરી છે. જેમાં નવસારી શહેર અને જિલ્લામાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસો બંધ કરી દેવામાં આવતા ટ્યુશન સંચાલકોની રોજગારીઓ બંધ થતા નીતિનિયમોનું પાલન કરીને ખૂટતી કડીઓ પુરી કરી છે. તેમ છતાં હજુ સુધી પરવાનગી ન મળતા આજે શહેરના તમામ ટ્યુશન સંચાલકો નવસારી નગરપાલિકાના ચીફઓફીસરને આવેદન આપ્યું હતું અને વહેલી પરવાનગી મળે એવી માંગણી કરી હતી. જેને લઇને ચીફ ઓફિસરે ઉચ્ચઅધિકારી સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપી હતી.
.