ETV Bharat / state

નવસારીમાં દસમા માળેથી અકસ્માતે પટકાતા વૃદ્ધાનુ મોત

નવસારીમાંં એક બિલ્ડીંગના 10 માં માળેથી પટકાતા એક વૃદ્ધાનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સાથે જ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

News of the accident
News of the accident
author img

By

Published : Sep 12, 2021, 10:00 PM IST

  • 10 માં માળેથી નીચે પટકાતા વૃદ્ધાનુું મોત
  • રાજસ્થાની વૃદ્ધા અને તેમની દીકરીનો ફ્લેટ સામસામે હોવાથી બારી વાતે થતો વહેવાર
  • સામસામેના ફ્લેટમાં હોવાથી વૃદ્ધા, પૌત્રી પાસેથી બારીમાંથી જમવાનું લેવા ગયા હતા
  • વૃદ્ધાના મોતથી રાજસ્થાની પરિવારમાં શોકનો માહોલ

નવસારી: જિલ્લાના રાજહંસ કોરલ એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે પૌત્રીને જમવાનું આપવા જતા રાજસ્થાની વૃદ્ધા 10 માં માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસે મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીમાં દસમા માળેથી અકસ્માતે પટકાતા વૃદ્ધાનુ મોત
નવસારીમાં દસમા માળેથી અકસ્માતે પટકાતા વૃદ્ધાનુ મોત

વૃદ્ધાના પતિ સવારે શોપિંગ કરવા ગયા હતા

નવસારીના રાશિ મૉલ નજીક આવેલા રાજહંસ કોરલ એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષિય પુષ્પા કિશનભાઈ વિજય એપાર્ટમેન્ટના ઈ-વિંગમાં રહે છે. એમની દિકરી અંકિતા એજ એપાર્ટમેન્ટના ડી-વિંગમાં રહે છે. માતા-દિકરીના ફ્લેટ સામસામે આવેલા છે અને બન્ને ફ્લેટની વચ્ચે અંદાજે 8 ફુટ જેટલુ જ અંતર છે. બન્ને પરિવારો એકબીજાની બારીમાંથી નાસ્તો, જમવાનું તેમજ અન્ય વસ્તુઓની આપલે કરતા હતા.

જમવાનું આપવા જતા 10 માં માળેથી અકસ્માતે પટકાયેલા વૃદ્ધાનુ મોત

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

રવિવારે સવારે પુષ્પાબેનના પતિ કિશનભાઈ શોપિંગ કરવા ગયા હતા. દરમિયાન પુષ્પાબેન તેમની ગ્રીલ વગરની બારીમાંથી પૌત્રીને જમવાનું આપવા ગયા હતા પરંતુ અકસ્માતે પુષ્પાબેન 10 માં માળના તેમના ફ્લેટની બારીમાંથી નીચે પટકાયા હતા. નીચે પડતા જ તેમના માથા અને શરીરમાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ.આ ઘટનાની જાણ એપાર્ટમેન્ટના લોકોને થતા તેમણે પુષ્પાબેનના પતિને જાણ કરી હતી. પુષ્પાબેનના મોતની વાતથી વિજય પરિવાર તેમજ તેમની દિકરી અંકિતાબેનના પરિવાર પર શોકની કાલિમા છવાઈ હતી. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સાથે જ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.