ગત રાત્રિથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા તેમજ ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન અંબિકા, કાવેરી તેમજ પુર્ણા નદીમાં નવા નીર આવવાની સાથે ગણદેવી તાલુકાની કાવેરી તેમજ અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતાને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઇ ગણદેવી મામલતદાર દ્વાર ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ આપી તમામ ગામોના સરપંચોને તેમજ તલાટી કમ મંત્રીનો સંપર્ક સાંધી એલર્ટ કર્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે નોંધાયેલો કુલ વરસાદ તેમજ સીઝનના કુલ વરસાદના આંકડા
સવારે 8 વાગ્યા સુધીનો વરસાદના આંકડા
જલાલપોર : 67 MM
નવસારી : 104 MM
ગણદેવી : 97 MM
ચીખલી : 31 MM
વાંસદા : 13 MM
ખેરગામ : 77 MM
કુલ : 372 MM
સીઝનના કુલ વરસાદના આંકડા
જલાલપોર :162 MM
નવસારી :192 MM
ગણદેવી :226 MM
ચીખલી :88 MM
વાંસદા :57 MM
ખેરગામ :119 MM
કુલ : 844 MM