ETV Bharat / state

ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ-વે બંધ કરાયો

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ-વે બંધ કરાયો
ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ-વે બંધ કરાયો
author img

By

Published : Jul 14, 2022, 11:30 AM IST

Updated : Jul 14, 2022, 12:09 PM IST

નવસારી : આજે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ, મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ચીખલી-વલસાડ હાઈવે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર આ અંગેની માહિતી આપતા નવસારી કલેકટરે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનું સ્તર ઘટતાં જ તેને ફરીથી ખોલવામાં આવશે. લોકોને આ રોડ પર મુસાફરી કરવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. પૂર્ણાની સાથે અંબિકા નદીનું જળસ્તર પણ ભયજનક સપાટીથી ઉપર ગયું છે અને સતત વધી રહ્યું છે.

આ પણ વાંચો : Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે : ત્રણ દિવસ પહેલા નવસારીમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પુના નદીના પાણી ફરી એકવાર શહેરમાં છલકાયા હતા. જે બાદ ગત રાત્રિથી ફરી વરસાદ શરૂ થતા નવસારીમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશના જણાવ્યા અનુસાર, મહુઆ તાલુકા અને ઉપરના વિસ્તારોમાં પાણીની આવક ઘણી વધારે છે. જેના કારણે પૂર્ણા નદીની જળ સપાટી 26.5 ફૂટ વધી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં જવા માટે કહેવામાં આવ્યું છે અને જેઓ આશ્રયસ્થાનોમાં છે તેમને પણ ઘરે ન જવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે કાવેરી નદીનું જળ સ્તર સવારે 4 વાગ્યે 20 ફૂટ સુધી પહોંચી ગયું છે.

પાણીનું સ્તર ભાગ્યે જ નીચું હતું : નોંધનીય છે કે નવસારીમાં આ સપ્તાહની શરૂઆતમાં પડેલા મુશળધાર વરસાદથી જાણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 12 જુલાઈના રોજ નવસારી પહોંચ્યા હતા. પૂર્ણા નદી ખતરનાક સ્તરથી ઉપર જતાં અનેક લોકોને બચાવી લેવાયા હતા. જો કે બે દિવસમાં નદીના પાણીની સપાટી ફરી નીચી આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ગત રાત્રિથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની સપાટી ફરી વધી રહી છે.

આ પણ વાંચો : રાતોરાત હૂટર વાગતાં લોકોને આશ્રય સ્થાને ખસેડાયા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી : સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થયાના એક મહિનામાં રાજ્યમાં સિઝનનો અડધો વરસાદ થઈ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ વખત સમગ્ર સિઝનનો અડધો વરસાદ માત્ર એક મહિનામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વરસાદ 64.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 51.2 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 41.1 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.5 ટકા જ્યારે કચ્છમાં 97.8 ટકા વરસાદ નોંધાયો છે.

Last Updated : Jul 14, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.