નવસારી: ભારતના વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત ના પરિણામે ભારત ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચાડવા માટે સફળ થયું છે. દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ત્યારે તમામ વૈજ્ઞાનિકોમાં ગુજરાતમાંથી નિલેશ દેસાઈએ આ મિશનને સફળ બનાવવા માટે પોતાનો વિશેષ ફાળો આપ્યો છે.
વર્ષોથી ભારતીય નિર્ભર: નવસારી જિલ્લાના વતની એવા નિલેશ દેસાઈનું અભિવાદન કરવા અને વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે ગડત ખાતે સ્પેસ ઓન વ્હીલ નામના કાર્યક્રમમાં નિલેશ દેસાઈ સહિત ડેપ્યુટી ડાયરેક્ટર જયમીન દેસાઈ પણ હાજર રહ્યા હતા. જ્યાં અનાવિલ સમાજ દ્વારા તેમનું સન્માન કરી તેમની ઉપલબ્ધિ અને બિરદાવી હતી. દેશમાં ક્યાં પણ પહોંચવું હોય ત્યારે GPS ઓન કરતા જ આપણે નક્કી કરેલા સ્થળો પર પહોંચી જઈએ છીએ. પરંતુ આ ટેકનોલોજી વિદેશી છે તેના પર વર્ષોથી ભારતીય નિર્ભર રહ્યા છે.
અમૂલ્ય યોગદાન આપ્યું: કારગીલ યુદ્ધ વખતે GPS ટેકનોલોજી નિષ્ફળ સાબિત થતા આપણા દેશના સૈનિકોને તેના માઠા પરિણામો ભોગવવા પડ્યા હતા. ત્યારથી દેશે પોતાની સ્વદેશી પ્રણાલી વિકસાવવાનો નિર્ધાર કર્યો હતો. તે આટલા વર્ષો બાદ સફળ થવા જઈ રહી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્વદેશી નાવિક નામની એક પ્રણાલી વિકસાવી છે જે ટૂંકા સમયમાં દેશને સમર્પિત થશે. અમદાવાદ ખાતે આવેલા અવકાશ ઉપયોગ કેન્દ્રના વડા નિલેશ દેસાઈ એ 2019 માં નિષ્ફળ ગયેલા ચંદ્રયાન-2 પછી હાલમાં મિશનમાં 11 જેટલા ફેરફાર કરીને ચંદ્રયાન-3 સફળ બનાવવામાં પોતાના અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
અંબિકા હાઈસ્કૂલમાં શિક્ષક: તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મારા ગામના બાળકો વિજ્ઞાન અને ગણિતમાં રુચિ ધરાવે અને અમદાવાદ ખાતે આવેલા ઈસરોમાં નોકરી મેળવે તેવું મારું સપનું છે. નિલેશ પટેલ ના પિતા અને તેમના ફોઈ ગળતની અંબિકા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે સમયની યાદો તેમણે વાગોળી હતી. નિલેશ દેસાઈ એ જણાવ્યું હતું કે જીપીએસ ના રિપ્લેસ માં આપણે નાવિક પ્રણાલી વિકસાવી છે કારગીલ સમય જે મુશ્કેલીઓ આપણા જવાનોએ વેઠી હતી તેના વેઠવી પડે તે માટે તે માટેના પ્રયાસો છે જે સિવિલિયોનો માટે અને કોમર્શિયલ ઉપયોગ માટે પણ થઈ શકશે. તેથી જેમ આપણે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ. તેમ હવે નાવિક નો ઉપયોગ કરીશું જી પી એસ એ ગ્લોબલ પ્રણાલી છે. ત્યારે નાવિક એ રિજનલ સર્વિસ છે. જેથી આપણે અમેરિકા અને જીપીએસ પર નિર્ભરના રહેવું પડે આપણી નાવિક પ્રણાલી છે. જેમાં કોઈ આપણને દિશાહીન કરવાનો પ્રયત્ન કરે એવી શક્યતા નહીં વાત થઈ જશે.