- ટેન્કરની અડફેટે ચડેલા ખેત મજૂરનો ડાબો હાથ છુંદાઈ ગયો
- અકસ્માત બાદ રાહદારીઓએ ટેન્કર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો
- ઈજાગ્રસ્ત ખેત મજૂરને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
નવસારી: National Highway નંબર 48 પર નવસારીના ધોળાપીપળા ગામ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા ખેત મજૂરને બેફામ દોડતા ટેન્કરે અડફેટે લેતા મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. Accidentમાં મજૂરનો ડાબો હાથ છૂંડાઈ જતા, તેને Navsari Civil Hospital ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, ટેન્કર હાઇવે પર નિયમ ભંગ કરી ફર્સ્ટ લેનમાં દોડતું હતું.
આ પણ વાંચોઃ એંધલ ગામે હાઇવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માત CCTV ફૂટેજમાં કેદ
ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી
National Highway નંબર 48 પર આજે મંગળવારે સવારે ધોળા પીપળા ગામ નજીક રહેતો 45 વર્ષીય ધીરૂ હળપતિ મજૂરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. ધીરૂ National Highway ક્રોસ કરી સામેની તરફ જઈ રહ્યો હતો, ત્યારે Highwayના નિયમનો ભંગ કરી ફર્સ્ટ લેનમાં પૂરપાટ દોડતા રાજસ્થાનના ટેન્કરે ધીરૂને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો. જેમાં ટેન્કરના તોતિંગ પૈડાં નીચે આવતા ધીરૂનો ડાબો હાથ ચગડાઈ ગયો હતો અને હાડકાં તુટવા સાથે જ માંસના લોચા પણ નીકળી આવ્યા હતા. જ્યારે તેને પીઠના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હતી. Accident બાદ ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનો તેમજ રાહદારીઓએ ટેન્કરને અટકાવી ટેન્કર ચાલકને પકડી પાડી નવસારી ગ્રામ્ય Policeને જાણ કરી હતી. આ સાથે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ધીરૂ હળપતિને નવસારીના અલી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયો હતો. આ સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય Policeએ ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.