નવસારી જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ચીખલી ખાતે મહિલા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહિલાઓને વિવિધ કાનૂની સહાય તેમજ મહિલા સુરક્ષા સંબંધી કાયદાઓની માહિતી જિલ્લા પોલીસ વડા નવસારી દ્વારા આપવામાં આવી હતી. મહિલાઓને પોતાની સુરક્ષા તેમજ વિવિધ કાયદાઓની માહિતીથી વાકેફ કરાવી મહિલાઓને સમાજમાં થતા અન્યાયો સામે સક્ષમ બની પોતાના આત્મરક્ષણ માટેની જાણકારી આપવામાં આવી હતી.