નવસારી: સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ હોય છે. પતંગ ચગાવવાની મજા સાથે આજે દાન પુણ્યનું પણ ખાસ મહત્વ છે. ત્યારે જૈન સમાજ દાન પુણ્ય કરવામાં હંમેશા માટે આગળ હોય છે, જ્યારે જૈનો થકી કેટલી સેવાભાવી સંસ્થાઓ માનવ સેવા માટે ચાલતી હોય છે અને એ સંસ્થા થકી મોટી સંખ્યામાં લોકો આ સંસ્થાનો લાભ લે છે.
આ પણ વાંચો: Meeting of Maldhari Samaj with Govt : માલધારીઓના પ્રશ્નોની ચર્ચાઓ, સરકારે આપી ખાતરી
ગૌ માતાના આશીર્વાદ લીધા: નવસારીમાં વસતા જૈનો દ્વારા પણ માનવ સેવા માટેના ઘણા કામો કરવામાં આવે છે, તો અબોલા પશુઓની સેવા માટે પણ ખાસ પ્રકારની સેવા કરવામાં આવે છે. આમ વાત કરવામાં આવે તો નવસારીને અડીને આવેલી પાંજરાપોળ માં વર્ષોથી ઘી ગોળના લાડવા અને રોટલી બનાવી ગૌ શાળા અને પાંજરાપોળમાં જઈ અબોલ પશુઓને ખવડાવતા હોય છે. આ વર્ષે કોરોના કાળ બાદ જૈન યુવા મંડળ દ્વારા ઉત્સાહ ભેર ઉત્તરાયણના પર્વે દાન કરી ગૌ માતાના આશીર્વાદ લીધા હતા. જૈન યુવા મંડળ દ્વારા 500 કિલો ગોળ અને 1500 કિલો લોટના 5 હજાર નંગ લાડવા બનાવ્યા હતા. સાથે જ જૈનોના ઘરે - ઘરેથી 1500 કિલો રોટલી આવી હતી.
આ પણ વાંચો: Surat Hospitals Suspend For Irregularities : 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ, PMJAY કાર્ડમાં ગેરરીતિનો મામલો
હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્ય અને ગૌ સેવા મહત્વ: આ તમામ વસ્તુઓ લઈ જૈન આગેવાનો સાથે જૈન પરિવારો નવસારીના ખડસૂપા પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. બધા પરિવારોએ ભેગા થઈને કુશળ આયોજન કરીને ભારે ઉત્સાહ અને ઉમંગથી 1200 થી વધુ અબોલ પશુઓને લાડુ, ગોળ, રોટલી અને ઘાસ ખવડાવી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ આ પાંજરાપોળમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ અને યુવાનો સેવાકીય કાર્ય કરવા માટે ભેગા થયા હતા તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઉતરાયણનો પર્વ તો આખો દિવસ જ મનાવવા માટે મળવાનો છે પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પહેલા અહીં પાંજરાપોળમાં આવી ગૌસેવા અને દાન પુણ્યનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરવી અને અમે અમારા બાળકોને ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્ય અને ગૌ સેવા નું શું મહત્વ છે તે પણ શીખવી રહ્યા છે એ મહત્વનું છે આ સેવાકીય યજ્ઞ પૂરો થાય પછી અમે અમારા પરિવાર સાથે ઉતરાયણ ની મજા પણ સૌ મળીને માણીશું.