નવસારી : હાલ ચૂંટણીનો માહોલ હોય વહીવટી તંત્ર દ્વારા મતદારોને મતદાન ની જાગૃતિ માટે માં પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે નવસારી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં મતદાન જાગૃતતા ને લઈને શહેર ના અલગ અલગ વિસ્તાર માં જેવાકે કલેક્ટર કચેરી ખાતે, કાલિયાવાડી, લુનસીકુઈ , સર્કિટ હાઉસ પાસે,જુનાથાના સર્કલ પાસે, તીઘરા રોડ પાસે એમ શહેર ના અલગ અલગ વિસ્તાર માં મુખ્ય રોડ પર આ બેનરો માર્યા હતા આ બેનર માં સરકાર દ્વારા "મત આપવાનું ભૂલશો નહિ" ના બદલે ફક્ત "ભૂલશો નહિ " ના બેનરો લગાવવામાં આવતા આ બેનર ની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું સોશિયલ મીડિયામાં આ તસ્વીર વાયરલ થતાં સરકારી વિભાગે સ્પષ્ટતા આપી હતી કે લોકોને મત આપવાની જાગૃતતા લાવવા માટે " મત આપવાનું ભૂલતા નહિ " તેવું વાક્ય હતું. પરંતુ આ અધૂરા બોર્ડને લઈને આ અધૂરા બોર્ડને લઈને આ તસ્વીર સમગ્ર શહેરમાં ચર્ચાનું વિષય બની હતી સોશિયલ મીડિયામાં લોકે એ આ બેનર ને લઈને સરકાર ની ચુટકી પણ લીધી હતી.