ETV Bharat / state

નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત - Total deaths from corona in Navsari

નવસારી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ કેસના આંકડા આરોગ્ય વિભાગ ઓછા બતાવવાનો પ્રયાસ કરી રહ્યુ હોવાની ફરિયાદો ઉઠતી રહી છે, જેને કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના વિરાવળ સ્મશાનમાં થયેલા અંતિમ સંસ્કારના આંકડા જોતા ખરી સાબિત કરી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા 28 મૃતદેહોનો નવસારીના વિરાવળ સ્થિત સ્મશાનભૂમિમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. જેમાં આજે શુક્રવારે પણ 4 કોરોના દર્દીઓને અગ્નિદાહ આપાયો હોવાની માહિતી મળી હતી.

નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત

author img

By

Published : Apr 9, 2021, 6:03 PM IST

Updated : Apr 9, 2021, 7:53 PM IST

  • જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે અઠવાડિયામાં કોરોનાથી મોત શુન્ય
  • મહીનાઓથી આરોગ્ય વિભાગ બતાવી રહ્યું છે 102 મૃત્યું
  • વિરાવળ સ્મશાનમાં કોરોનાથી કુલ 403 દર્દીઓના થયા અંતિમ સંસ્કાર

નવસારીઃ જિલ્લામાં ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના કેસ ઘટીને 2 પર પહોંચ્યા હતા અને નવસારી કોરોનામુક્ત બનવાની તૈયારીમાં હતું. પરંતુ ત્યારબાદ અચાનક કોરોના પરત ફર્યો અને જિલ્લામાં આજે 63 દિવસોમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેની સામે 112 દિવસોમાં જિલ્લામાં કોરોનાને કારણે કોઈનો જીવ ગયો હોય, એવી માહિતી આરોગ્ય વિભાગે આપી નથી.

વિરાવળ સ્મશાન
વિરાવળ સ્મશાન

શુક્રવારે પણ ચાર દર્દીઓના કોરોનાથી મોત

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાના કેસ છુપાવી રહ્યુ હોવાની ફરિયાદો વચ્ચે નવસારીના વિરાવળ સ્થિત સ્મશાન ભૂમિમાં છેલ્લા એક અઠવાડિયામાં જ કોરોનાથી જીવ ગુમાવનારા 28 દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાંથી 16 મૃતદેહો ફક્ત નવસારી સિવિલ હોસ્પિટલમાંથી અને બાકીના 12 મૃતદેહો ખાનગી હોસ્પિટલોમાંથી કોરોનાના દાખલા સાથે આવ્યાં હતા. આજે શુક્રવારે પણ ચાર દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.

વિરાવળ સ્મશાન
વિરાવળ સ્મશાન

આ પણ વાંચોઃ એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી

21 એપ્રિલ 2020ના રોજ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો

નવસારી જિલ્લામાં ગત 21 એપ્રિલ 2020ના રોજ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયાના મહિના બાદ પ્રથમ વયોવૃદ્ધ મહિલાનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ કોરોના પણ વધ્યો અને કોરોનાને કારણે મોતનો આંકડો પણ વધ્યો હતો. જોકે, ગત 6 ફેબ્રુઆરી 2021 સુધીમાં જિલ્લામાં 102 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યાં હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ હતુ.

વિરાવળ સ્મશાન
વિરાવળ સ્મશાન

કોરોનાથી મોત થયેલાઓમાં પોઝિટિવ, નેગેટિવ અને શંકાસ્પદ દર્દીઓ

નવસારીના વિરાવળ સ્મશાન ભૂમિના રજીસ્ટર પ્રમાણે કોરોનાથી મોતનો આંકડો ચાર ગણો એટલે કે, 403 થયો છે. અહીં આવનારા કોરોના મૃતદેહો સાથે હોસ્પિટલ મોતના કારણ સાથેનો દાખલો પણ આપે છે. જેમાં કોરોના પોઝિટિવ કે કોરોના નેગેટિવ કે શંકાસ્પદ હોવાનું ટાંકવામાં આવ્યુ હોય છે. જોકે ત્રણેયમાંથી કોઈપણ દાખલા આધારે મૃતદેહ આવ્યો હોય સ્મશાન ભૂમિ ટ્રસ્ટ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે મૃતકના અંતિમ સંસ્કાર કરે છે.

વિરાવળ સ્મશાન
વિરાવળ સ્મશાન

આ પણ વાંચોઃ રિયાલિટી ચેકઃ સરકારના ચોપડે કોરોનાથી કોઈ મોત નહીં, સ્મશાનના ચોપડે એક દિવસમાં 20થી વધુના મોત

કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1844 પર પહોંચ્યો

કોરોનાના વધતા કેસ વચ્ચે કોરોનાને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા પણ વધી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1844 પર પહોંચ્યો છે અને હાલ 135 એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી ગત ફેબ્રુઆરીના પ્રારંભ સુધીમાં જિલ્લામાં 102 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો, પણ ત્યારબાદ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી.

વિરાવળ સ્મશાન
વિરાવળ સ્મશાન

એક વર્ષમાં કોરોનાથી મૃત્યુ પામેલા 403 દર્દીઓના કરાયા અંતિમ સંસ્કાર

નવસારી વિરાવળ સ્મશાન ભૂમિના મૃત્યુ રજીસ્ટર પર ધ્યાન આપીએ, તો નવસારીમાં એક વર્ષ દરમિયાન કુલ 403 કોરોના દર્દીઓના કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જે આરોગ્ય વિભાગની કાર્યરીતિ સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે, જોકે આરોગ્ય વિભાગ સમગ્ર મુદ્દે કોમોર્બીડ અને ખાનગી હોસ્પિટલમાં કોરોના હેઠળ મૃત્યુ પામેલા દર્દીઓની નોંધણી ન થતી હોવાનો રાગ આલાપી રહ્યુ છે.

Last Updated : Apr 9, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.