ETV Bharat / state

Navsari News: અગમ્ય કારણોસર 19 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ - પોલીસ તપાસ શરૂ

નવસારી શહેરમાં આવેલી વસંત વિહાર સોસાયટીની ચૌધરી પરિવારની 19 વર્ષીય દીકરીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

19-year-old-girl-committed-suicide-due-to-unknown-reasons-in-navsari-police-investigation-started

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 6:48 AM IST

Updated : Sep 24, 2023, 6:57 AM IST

અગમ્ય કારણોસર 19 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા

નવસારી: નવસારી શહેરમાં વધુ એક 19 વર્ષીય યુવતીએ આપઘાત કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અગમ્ય કારણોસર યુવતીએ આત્મહત્યા કરી લેતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર જેટલા આપઘાતના બનાવો બન્યા છે જે ચિંતાજનક છે. વિજલપુરની યુવાન દીકરીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યા બાદ પાંચ હાટડી ખાતે રહેતી યુવતીએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તે ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી.

શું બની ઘટના?: નવસારીમાં આવેલી વસંત વિહાર સોસાયટી ખાતે રહેતા ચૌધરી પરિવારની 19 વર્ષીય દીકરીએ પોતાના ઘરના બાથરૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાથરૂમમાં ગયેલી ભૂમિકા અડધો કલાકથી વધુ સમય સુધી બહાર ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને બારણું ખખડાવવા છતાં ન ખોલતા બારણું તોડીને જોતા ભૂમિકા મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી ભૂમિકાના મૃતદેહને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી: ઉલ્લેખનીય છે કે આપઘાત કરનાર યુવતી ચાર બહેનોમાં સૌથી નાની બહેન છે. આ ઘટના અંગે ટાઉન પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાને પગલે યુવતીના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Bhavnagar Crime News : નરાધમ કર્મચારીએ પોતાના માલિકની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો
  2. Surat Crime News: આસામથી અભ્યાસ માટે આવેલી સગાની 7 વર્ષીય બાળાનો હવસખોર કરતો રહ્યો બળાત્કાર

Last Updated : Sep 24, 2023, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.