સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનને દુનિયાના અલગ અલગ સાત ખંડોમાં વહેચવામાં આવ્યું છે. જેમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, આફ્રિકા, એન્ટારકટિકા રમ અલગ અલગ ભાગ બનાવાયા છે. જેમાં એશિયામાં પ્રખ્યાત ક્રિસમસ પામ ટ્રી, નોર્થ અમેરિકાનું મોઝે ઇન કરેડલ, આફ્રિકાનું ટ્રાયએન્ગલર પામ, ડેટ પામ જેવા વૃક્ષો લાવવામાં આવેલા છે. દુનિયાના ખંડોમાં પ્રખ્યાત વૃક્ષો અહીં અકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. અહીં આવનારા લોકો વિદેશી વૃક્ષોની જાણકારી મેળવી તેમજ અભ્યાસ કરી શકશે.
આ ઉપરાંત વિશ્વ વનમાં આદિવાસીઓ દ્વારા ફિઝી હાઉસ, બાલી હાઉસ તૈયાર કરાયું છે જેના બામ્બુ આસામ અને ઘાસ ઓરિસ્સાથી મંગાવવામાં આવ્યા છે. આ સાથે આદિવાસીઓ નાગલી, બિસ્કિટ, પાપડ, પાપડી, સેવ, નગળીનો લોટ વેચાશે, ઓર્ગેનિક કેળાની વેફર, ઔષધ વનસ્પતિ માંથી બનાવેલી વસ્તુ વહેચવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3 કરોડનો કરવામાં આવ્યો છે. અહીં આવતા સહેલાણીઓ વિદેશી વૃક્ષોની જાણકારી મેળવી શકશે ત્યારે આ સ્થળ પણ સહેલાણીઓ માટે યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.