સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમ સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં 23 સેમીનો વધારો નોંધાયો છે, ગત રોજ ડેમની જળ સપાટી 121.47 મીટરે હતી. આજે સવારે ડેમની સપાટી 121.70 મીટર પર પહોંચી ગઈ હતી, ત્યારે ઉપરવાસમાંથી 32,874 કયીસેક પાણીની આવક થઈ છે. જેથી આવક વધીને 32874 ક્યુસેક થઇ જતા દર કલાકે બે સેમીનો વધારો નોંધાવા લાગ્યો હતો.
મહત્વનું છે કે, આગાઉ વરસાદના પ્રથમ રાઉન્ડમાં નર્મદા ડેમની સપાટી 121.11 સુધી પહોંચી હતી. આજે 121.70 મીટરે સૌથી વધુ સપાટી પર છે. હાલ ડેમમાં 1340 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જેને લઈને નર્મદા મુખ્ય કેનાલ માર્ગે ગુજરાતમાં સિંચાઈ અને પીવા માટે 9207 ક્યુસેક પાણી ચાલતું હતું. જે વધારીને 12,272 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે. નર્મદા બંધની કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગા વોટના 3 ટર્બાઈન હાલ ચાલે છે. જે 13,840 ક્યુસેક પાણી ખર્ચ કરીને 2363 મેગાવોટ જેટલું ઉત્પાદન કરે છે.