નર્મદા: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના 2 વિદ્યાર્થીઓ અકસ્માત નડ્યો હતો. ભદામથી માંગરોળ બોર્ડની પરીક્ષા આપવા ધ્રુવીત વસાવા અને નયન વસાવા બાઇક લઈને જઇ રહયા હતા. આ બંને વિદ્યાર્થીઓનું બાઇક ગુવાર ગામ પાસે સ્લીપ થતાં નયન વસાવા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ વિદ્યાર્થીનો માંગરોળ સ્કૂલમાં પરીક્ષા આપવાનો હતો. જોકે પરીક્ષા આપે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં ગાડિત ગામનો ધો-10નો વિદ્યાર્થી રાજ મોવાસી વસાવા પરીક્ષા આપવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક ચક્કર આવી જતા રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.