- સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીનો ઘસારો
- 31 ઓક્ટોબરના રોજ PM મોદી દ્વારા ખુલ્લુ મુકાયું
- અત્યારે વ્યુઈંગ ગેલેરીમાં 500ની મર્યાદા
નર્મદાઃ કોરોના મહામારીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8 મહિના પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 31 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા SOUના આધારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દેશના તમામ પ્રવાશન ધામોને કેવડિયાંથી ખુલ્લા મુકવામાં આવ્યાં હતા.
5 સ્લોટ મુજબ આપવામાં આવતી હતી એન્ટ્રી
1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે લિમિટેડ ઓનલાઇન ટિકિટ રાખવાથી પ્રવાસીઓ આવતા થયા હતા. જેમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓને 5 સ્લોટ મુજબ એન્ટ્રી આપવામાં આવતી હતી. જેમાં સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને 4થી 6 સામેલ છે. આ દરેક સ્લોટમાં 500 પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો હતો.. જેમાં 400 પ્રવાસીઓને SOU એન્ટ્રી અને 100 પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરીમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. જો કે, 8 મહિનામાં પ્રવાસીઓ પણ ઘરમાં રહેવા કરતાં SOU પર આવવાનું વધુ પસંદ કરતા તંત્ર દ્વારા પ્રવાસીઓના બુકિંગને ધ્યાનમાં રાખી SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારી 7,000 કરવામાં આવી છે.
ઓક્ટોબર મહિનામાં ટિકિટ બુકિંગની વિગત
સમય | સ્લોટ | એન્ટ્રી | હાજર | ગેર હાજર | સ્લોટ | એન્ટ્રી | હાજર | ગેર હાજર |
8થી 10 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 09 | 91 | SOU એન્ટ્રી | 400 | 14 | 386 |
10થી 12 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 52 | 48 | SOU એન્ટ્રી | 400 | 70 | 330 |
12થી 2 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 47 | 53 | SOU એન્ટ્રી | 400 | 12 | 382 |
2થી 4 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 39 | 61 | SOU એન્ટ્રી | 400 | 11 | 389 |
4થી 6 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 06 | 94 | SOU એન્ટ્રી | 400 | 02 | 398 |
કુલ | વ્યૂઇંગ ગેલેરી | 500 | 153 | 347 | SOU એન્ટ્રી | 2000 | 109 | 1885 |
પ્રવાસીઓની મર્યાદા દૂર
પહેલા 5 સ્લોટમાં વ્યઈંગ ગેલેરીમાં 500ની મર્યાદા હતી, જે રોજની 5,500 કરવામાં આવી હતી. એટલું જ નહીં ટોટલ 7,000 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જેમાં 1 જાન્યુઆરી 2021થી સુધારો કરવામા આવ્યો છે. એટલે કે, હવે માત્ર વ્યુઈંગ ગેલેરીમાં 500ની કેપેસિટી રાખવામાં આવી છે, જ્યારે બીજા પ્રવાસીઓને કોઈ પ્રકારની મર્યાદા રાખવામાં આવી નથી.
31 ઓક્ટોમ્બરથી અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યા
- નવેમ્બર 2020માં 20,000 કરતાં વધુ પ્રવાસીઓ SOU પર આવ્યા
- ડિસેમ્બર 2020માં 37,000 કરતાં વધુ પ્રવાસીઓ SOU પર આવ્યા
- 1 જાન્યુઆરી 2021 રોજના 12,000 કરતાં વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે