નર્મદાઃ જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામથી 4 કી.મી. ઉંચાઈ ડુંગર પર આવેલા ચિનકુવા ગામ જ્યા લગભગ 700થી વધુ લોકો રહે છે. પરંતુ આ ગામમાં જવા અત્યાર સુધી એક પણ વાર પાકો રસ્તો બન્યો નથી. આગાઉ ગ્રામાજોએ જાતે રસ્તો બનાવ્યો હતો.
પરંતુ ગત ચોમાસામાં વરસાદને કારણે રસ્તો ખુબ ખરાબ થઇ ગયો હતો. ખાડા પડી ગયા હતા અને ભેખડો પણ ઢસડાઈ પડી હોતી. બાઈક લઈને પઉર નીચે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુ લેવા જવા માટે ખુબ મુશ્કેલી પડતી હતી. તમામ શ્રમજીવી લોકો એટલે રોજ કમાઈને રોજ ખાતા એવા ગરીબ ગામમાં લોકો રસ્તા માટેનો ખર્ચ પણ કોણ ઉઠાવે આવી મુસીબતમાં ગામનો પ્રવીણ તડવીએ પોતાના ભેગા કરેલા રૂપિયા ગ્રામજનો માટે ખર્ચી કાઢી જેસીબી મંગાવી 4 કીમી રસ્તો સારો બનાવ્યો કે જ્યાંથી ગ્રામજનો સરળતાથી અવર-જવર કરી શકે આજે ગામમાં જવાનો કાચો રસ્તો બનીજતા ગ્રામજનો માટે રાહત થઇ છે.
આ બાબતે પ્રવીણ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ માથાવાડી ગામથી 4 કી. મી. દૂર છે પણ ઉંચાઈ ડુંગરની ટોચ પર છે. જ્યા ચાલતા આવતા ફાંફા પડી જાય એટલે ગ્રામનાઓ બાઈકોનો ઉપયોગ કરતા થયા પણ હાલ એટલો ખરાબ રસ્તો થઇ ગયો હતો, કે અવર-જવર નહોતી થઇ સકતી એટલે મેં મારી બચતની તમામ મૂડી કાઢી ગ્રામજનો માટે રસ્તો તૈયાર કરાવ્યો હાલ અવાર-જવર થઇ શકે છે પણ જો આ કાચો રસ્તો પાકો બનાવે તો અમારા ગામમાં બસ આવી શકે, 108 આવી શકે, પાણીની પાઈપલાઈન આવી શકે. લાઈટો આવી શકે માટે હાલ મેં પહેલ કરી ગામની મદદ કરી છે.