- કોરોના ગાઈડલાઈન્સ મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખૂલ્લું મુકાયું
- દરરોજ 2500 પ્રવાસીઓ લઈ શકશે મુલાકાત
- પ્રવાસીઓ માટે 5 સ્લોટ ફાળવવામાં આવ્યા
- વ્યૂૂઈંગ ગેલેરીમાં દિવસ દરમિયાન 500 પ્રવાસીઓને એન્ટ્રી
- SOU એન્ટ્રીમાં દિવસ દરમિયાન 2000 પ્રવાસીને પરવાનગી
નર્મદા: કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે આજથી એટલે કે શનિવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. જેમાં દરરોજના માત્ર 2,500 પ્રવાસીઓ જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લઇ શકશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું
કોરોના મહામારીને કારણે ગત ઘણા મહિનાઓથી બંધ રાખવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આજથી એટલે કે શનિવારથી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જો કે, સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતીઓ માટે ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. જેમાં દરરોજના માત્ર 2,500 પ્રવાસીઓને જ એન્ટ્રી આપવાનું સામેલ છે.
5 સ્લોટમાં પ્રવાસીઓને એન્ટ્રી
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓને 5 સ્લોટ મુજબ એન્ટ્રી આપવામાં આવે છે. જેમાં સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને 4થી 6 સામેલ છે. આ દરેક સ્લોટમાં 500 પ્રવાસીને પ્રવેશ અપાશે. જેમાં 400 પ્રવાસીઓને SOU એન્ટ્રી અને 100 પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરીમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના પ્રોજેક્ટ અગાઉ ખોલવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના જંગલ સફારી પાર્ક, રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ચિલ્ડ્રન પાર્ક, વગેરે પ્રોજેકટો આ અગાઉ જ ખૂલ્લા મુકી દેવામાં આવ્યા છે, જ્યારે 17 ઓક્ટોબરથી સરકારી ગાઈડલાઈન્સ મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ ખૂલ્લું મુકી દેવામાં આવ્યું છે.
ડ્રોન ઉડાડવાની મનાઈ
નર્મદા જિલ્લા અધિલ મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 14 ડિસેમ્બર 2020 સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારા IPC-188 અને ડિઝાસ્ટર મેનેઝમેન્ટ એક્ટ-2005 હેઠળ શિક્ષાને પાત્ર છે.
ટિકિટ બુકિંગની વિગત
સમય | સ્લોટ | એન્ટ્રી | હાજર | ગેર હાજર | સ્લોટ | એન્ટ્રી | હાજર | ગેર હાજર |
8થી 10 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 09 | 91 | SOU એન્ટ્રી | 400 | 14 | 386 |
10થી 12 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 52 | 48 | SOU એન્ટ્રી | 400 | 70 | 330 |
12થી 2 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 47 | 53 | SOU એન્ટ્રી | 400 | 12 | 382 |
2થી 4 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 39 | 61 | SOU એન્ટ્રી | 400 | 11 | 389 |
4થી 6 | વ્યૂઇંગ ગેલેરી | 100 | 06 | 94 | SOU એન્ટ્રી | 400 | 02 | 398 |
કુલ | વ્યૂઇંગ ગેલેરી | 500 | 153 | 347 | SOU એન્ટ્રી | 2000 | 109 | 1885 |