ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત - KEVADIYA

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ-વિદેશમાંથી રોજના 15થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવી રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે અનેક સવલતોનો પણ વધારો કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

author img

By

Published : Mar 15, 2021, 6:03 PM IST

  • લોકડાઉન બાદ 2.5 વર્ષ પૂર્ણ થતાં 50 લાખ પ્રવાસી નોંધાયા
  • પ્રવાસીઓ માટે 17 જેટલા નવા પ્રોજેક્ટો શરૂ કારાયા
  • નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

નર્મદા: PM મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ-વિદેશમાંથી રોજના 15 હજારથી વધારે પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવી રહ્યા હતા. પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા માટે PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ જંગલ સફારી પાર્ક, ક્રેક્ટર્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય વન સહિત અનેક નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે અનેક સવલતોનો પણ વધારો કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી આઠ નવી ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવી

દેશના 8 મુખ્ય શહેરોને કેવડિયા સાથે જોડતી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી

દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરળતાથી પહોંચી શકે એ માટે ફોર લેન રોડ, સી-પ્લેન અને દેશના 8 મુખ્ય શહેરોને કેવડિયા સાથે જોડતી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓના રહેવા માટે અને ખાવા-પીવા સાથેની ઉત્તમ વ્યવસ્થાઓ સાથેની લો બજેટની હોટેલો પણ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સારી સગવડના ભાગ રૂપે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર લોકાર્પણના 2.5 વર્ષના સમયગાળામાં જ 50 લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રોજના 1 લાખ પ્રવાસીઓ આવી શકે એવો લક્ષ્યાંક

આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રોજના 1 લાખ પ્રવાસીઓ આવી શકે એવો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. એ માટે પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો અને પ્રવાસીઓની રહેવા-ખાવાની સુવિધાઓ પણ આગામી સમયમાં વધારવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં 5,000 રૂમની મોટી એક હોટેલ પણ આગામી સમયમાં નિર્માણ પામશે. આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં અદ્યતન એરપોર્ટ અને અન્ડરવોટર હોટેલનું પણ નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો: કેવડિયા લાઇનના લોકાર્પણ પૂર્વે ટ્રેનમાં વધારો, પ્રવાસીઓનો ઘસારો જોતા અધિકારીનો નિર્ણય

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ 5 મિલિયન મુલાકાતીઓનો આંક પાર કર્યો

સરદાર સરોવર નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ 5 મિલિયન મુલાકાતીઓનો આંક પાર કર્યો છે. જે ગુજરાત અને ખાસ કરીને નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સપના મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં તમામ વય જૂથો માટે ઘણા આકર્ષણો પ્રદાન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.