ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યૂનિટી જમીન સંપાદન: આદિવાસી વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદી પાસે

કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે. એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનિય બની છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાઈ રહેલી તાર-ફેનસિંગ કામગીરીનો પણ સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોજે-રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો બને છે. તો આવા જ ગુજરાતના આદિવાસીઓના અન્ય વિવિધ વિકટ પ્રશ્નો મુદ્દે આદિવાસી નેતા અને ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદ્દો: આદિવાસી વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદી પાસે

author img

By

Published : Jun 3, 2020, 10:05 PM IST

નર્મદાઃ આદિવાસીઓના ધારાસભ્યએ પોતાના પત્રમાં એમ જણાવ્યું છે કે, ગુજરાતનાં ભરૂચ, નર્મદા સહીત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય, જંગલ, જમીન, ખનીજ તથા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. કેન્દ્ર સરકારનો પૈસા કાયદો અને સંવિધાન-5ની અનુસૂચી પૂર્ણ સ્વરૂપે લાગુ કરવી જોઈએ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદ્દો: આદિવાસી વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદી પાસે

1961-62માં નર્મદા ડેમ બનાવવા આદિવાસીઓની જમીન સંપાદિત થઈ હતી. બાદમાં ડેમ બીજે બન્યો હતો. જેથી ખાલી પડેલી જમીન પુંજીપતિઓને હોટેલ બનાવવા માટે વેચવામાં આવે છે, જમીનના વ્યાપારિકરણ પર નિયંત્રણ જરૂરી છે. કેવડીયામાં આદિવાસીઓ સાથે જે અમાનવીય અત્યાચાર થાય છે અને લોકડાઉન દરમિયાન પોતાના વતન જઈ રહેલા આદિવાસીઓ પર થતા પોલીસ દમનની યોગ્ય તપાસ થવી જોઈએ.

આદેવાસી નેતા મહેશ વસાવાએ પીએમ મોદીને લખેલ પત્ર

આદેવાસી નેતા છોટુભાઇ વસાવાએ પીએમ મોદીને લખેલ પત્ર

સરદાર સરોવર પરિયોજનાઓનો લાભ સ્થાનિક અદિવાસીઓને મળતો નથી. અમારા વિસ્તારમાં કૃષિ અને ઔદ્યોગિક મજૂરોને સમયસર વેતન મળતું નથી, આદીવાસી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્ત્રોત વધારવા વોટર રિચાર્જ યોજના લાગુ કરવી જોઈએ. આદિવાસીઓ પાસે ખેતીલાયક જમીન નથી. જંગલના અધિકાર અમલ નથી થતા, આદિવાસી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અપર્યાપ્ત માત્રામાં દવા, મેડિકલ સ્ટાફ હોવાથી આદિવાસીઓએ સારવાર માટે શહેરી વિસ્તારોમાં જવું પડે છે. જો કે આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ટેલિફોનિક વાતમાં સરકારને ચીમકી પણ ઉચ્ચારી હતી કે, 6 ગામના લોકો સાથે સરકાર ન્યાય નહીં કરે તો આવનારા દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને અસર પડી શકે છે. મુશ્કેલીઓ ત્યારે હાલ સરકાર દ્વારા જે આદિવાસીઓ પર અત્યાચાર કરે છે તેને બંધ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.