નર્મદાઃ ગુજરાત માટે રાહતના સમાચાર છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપરવાસમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાતાં હાલ પાણીની આવક માત્ર 27,139 ક્યૂસેક જેટલી જ થઈ રહી છે. એટલે જે 23 ગેટ ખોલવામાં આવ્યાં હતાં તેમાંથી 22 ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છેે. નર્મદા બંધના માત્ર એક ગેટ માંથી નર્મદા નદીમાં 27,000 ક્યૂસેકપાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે આવક જેટલી છે એટલી જ જાવક કરી દેતાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે.
નર્મદા બંધની જળ સપાટી હાલમાં 135.34 મીટરે સ્થિર છે અને તંત્ર દ્વારા ઉપરવાસમાંથી આવતાં પાણી પર નજર રાખવામાં આવી રહી છે. ધીર ધીરે સપાટી વધી રહી છે તે સાથે એક સપ્તાહમાં ડેમ મહત્તમ સપાટી 138.68 મીટરની મહત્તમ સપાટી પર પહોંચશે અને જો વધુ પાણીની આવક થશે તો ફરી નર્મદા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા, ભરૂચ અને વડોદરાના 52 ગામોમાં નર્મદા નદીના પાણી ઓસરતાં રાહત મળી છે.