મંદિરના મેળાની ખાસ વાત એ છે કે, સામાન્ય રીતે મહાદેવને અલગ-અલગ વસ્તુનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ શૂલપાણેશ્વર મહાદેવ દાળિયાનો પ્રસાદ જે ચણામાંથી બનાવાય છે. તે ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે અને જેના કારણે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે. ત્યારે જૂના શૂળપાણેશ્વરના મંદિરે મેળો ભરાતો હતો તે વખતે ખાસ મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારના વેપારીઓ આજે પણ એ ખાનદેશથી દાળિયા વેંચવા માટે મેળામાં આવ્યા હતાં. મેળામાં લોકોને ભારે અવ્યવસ્થાનો સામનો ન કરવો પડે તેની માટે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરીકેટ મુકવામાં આવ્યા હતા.
શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર મેળાના કારણે સતત બે દિવસ 48 કલાક માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. રાત્રી દરમિયાન અને દિવસે પણ શ્રદ્ધાળુઓએ શૂળપાણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
ચૈત્ર અમાસના દિવસે નર્મદા સ્નાન માટે હજારો લોકોએ ગોરા ખાતે નર્મદા સ્નાન કર્યું પરંતુ નર્મદામાં લીલ અને પાણી ઓછું હોવાને લઈને ભક્તોને મુશ્કેલી પડી છતાં ભક્તો ઓછા પાણીમાં પણ સ્નાન કરીને નર્મદાના દર્શન કર્યા હતા.