નર્મદાઃ જિલ્લાના રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણ પણે સેનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારના શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપલા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું હતું. આ ફોગીંગ મશીન દ્વારા એક સાથે 600 લીટર પાણીમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડ નાખી દોઢ કલાક સુધી શહેરની નાનામાં નાની ગલીમાં કે શેરીમાં પહોંચી સૅનેટાઇઝ કરી શકાય છે.
આ મશીન દ્વારા ઓછા મેન પાવરથી અને ટ્રેકટરની મદદથી સમગ્ર શહેરને સૅનેટાઇઝ કરી શકાય છે, ત્યારે આ મશીન રાજપીપલા ખાતે આગામી ચાર દિવસ સુધી રહેશે અને સમગ્ર રાજપીપળા શહેરના દરેક વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવશે. ત્યારે આ વિશેષ ફોગીંગ મશીન રાજપીપળાવાસીઓ માટે આશીર્વાદ સમું સાબિત થઈ રહ્યું છે.
રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલએ જણાવ્યું કે, આ મશીનથી સમગ્ર રાજપીપળા વિસ્તારને સૅનેટાઇઝ કરાશે તથા આ મશીન વધુમાં વધુમાં વિસ્તારમાં સૅનેટાઇઝેશન કરવા કામ લાગે તેવી લાગણી વ્યક્ત કરી હતી.